ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral: IAS અધિકારીએ અંગ્રેજી વ્યાકરણમાં કરી ભૂલ, ટ્રોલર્સ વચ્ચે છેડાઈ લડાઈ

એક IAS અધિકારીએ તેમની UPSC સફળતાની 7મી વર્ષગાંઠ પર એક અંગ્રેજી પોસ્ટ પોસ્ટ કરી હતી. જેમાં grammar માં ભૂલ હતી. ટ્રોલર્સે તેમને આ ભૂલ બદલ ખૂબ ટ્રોલ કર્યા. જો કે આ ભૂલને લીધે Social Media માં એક જંગ છેડાઈ ગઈ છે. વાંચો વિગતવાર
09:37 PM Apr 29, 2025 IST | Hardik Prajapati
એક IAS અધિકારીએ તેમની UPSC સફળતાની 7મી વર્ષગાંઠ પર એક અંગ્રેજી પોસ્ટ પોસ્ટ કરી હતી. જેમાં grammar માં ભૂલ હતી. ટ્રોલર્સે તેમને આ ભૂલ બદલ ખૂબ ટ્રોલ કર્યા. જો કે આ ભૂલને લીધે Social Media માં એક જંગ છેડાઈ ગઈ છે. વાંચો વિગતવાર
IAS officer Gujarat First

Viral: અંગ્રેજીમાં લખવું એટલું સરળ નથી જેટલું માનવામાં આવે છે. વિશ્વાસ ન આવતો હોય તો એક IAS Officer ની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ લો. જેમાં તેને English Grammar માં ન કરવા જેવી નાનકડી ભૂલ કરી છે. આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે. ટ્રોલર્સ આ ઓફિસરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. જો કે અંગ્રેજી ન આવડવું એ કંઈ મોટો ગુનો નથી કહેવાવાળો પણ એક મોટો વર્ગ Social Media માં એક્ટિવ છે. અત્યારે આ બંને જૂથો વચ્ચે જંગ છેડાઈ ચૂકી છે.

શું લખ્યું ખોટું English Grammar ?

IAS Officer રામ પ્રકાશે UPSC પરીક્ષા પાસ કર્યાના 7 વર્ષ બાદ તેમણે અંગ્રેજીમાં લખ્યું કે, હું 27 એપ્રિલ 2018ના રોજ રાત્રે 8 વાગ્યે IAS બન્યો હતો. આજે બરાબર 7 વર્ષ થઈ ગયા. મેં લગભગ એક કલાક સુધી મારા પરિવાર સાથે સમાચાર શેર કર્યા નહીં. એ એક અલગ જ અનુભૂતિ હતી. આ આખી પોસ્ટમાં, યુઝર્સનું ધ્યાન ફક્ત આ વાક્ય પર ગયું, I didnt told જે ખોટું અંગ્રેજી વ્યાકરણ છે. સાચું વાક્ય હોવું જોઈએ - I didnt tell.

આ પણ વાંચોઃ  અમદાવાદના પ્રવાસી દ્વારા રેકોર્ડ થયો પહેલગામની ભયાનક ક્ષણોનો વીડિયો, Gujarat First ને જણાવ્યો પોતાનો અનુભવ

ટ્રોલિંગનો થયા શિકાર

IAS અધિકારી રામ પ્રકાશે UPSC પરીક્ષા પાસ કર્યાના 7 વર્ષ બાદ તેમણે English Grammar માં એક નાનકડી ભૂલવાળી પોસ્ટ શેર કરી હતી. જેનાથી તેમને ટ્રોલિંગના શિકાર થવું પડ્યું છે. એક યુઝરે તેમની પોસ્ટ પરની ભૂલ પર ટિપ્પણી કરી. જેના પર રામ પ્રકાશે જવાબ આપ્યો કે ઠીક છે, મારી ભૂલ છે. જોકે, આ પછી મામલો વધુ ઉગ્ર બન્યો. કોઈએ તેનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, જો આપણા IAS અધિકારીઓ આવી અંગ્રેજી લખે છે, તો મને દેશ પાસેથી કોઈ આશા નથી.

કેટલાક યુઝરે કર્યો બચાવ

આ પછી સોશિયલ મીડિયા પર એક પ્રકારની લડાઈ છેડાઈ ગઈ છે. કેટલાક યુઝરે IAS અધિકારીને ટ્રોલ કર્યા તો કેટલાક યુઝરે તેમનો બચાવ કરીને સમર્થન પણ કર્યુ. એક યુઝરે કહ્યું, તે એક IAS અધિકારી છે, અંગ્રેજી શિક્ષક નથી. આપણા વડા પ્રધાન પણ અંગ્રેજીમાં બહુ સારા નથી. અંગ્રેજીમાં ભૂલો કરવામાં શરમાવા જેવું કંઈ નથી. બીજા યુઝરે પૂછ્યું, 0 ચૂકી જવાનો અર્થ શું થાય છે? કોઈ 0 નંબરથી પાછળ કેવી રીતે રહી શકે?

આ પણ વાંચોઃ  Pahalgam Attack : 'પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે, ગમે ત્યારે થઈ શકે છે બલુચિસ્તાન...', ડો. વિકાસ દિવ્યકીર્તિનો વીડિયો વાયરલ

Tags :
English grammargrammar mistakeGujarat FirstGUJARAT FIRST NEWSIas OfficerIAS officer English controversyRam PrakashSocial media fighttrollingUPSCViral Post
Next Article