IND-PAK મેચ બાદ ટ્રોલ થયા IIT બાબા, વિરાટ કોહલી વિશે કરી હતી મોટી ભવિષ્યવાણી
- IIT બાબા સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ
- ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
- IIT બાબાએ મેચ પહેલા મોટી આગાહી કરી હતી
IIT Baba trolled : ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે (23 ફેબ્રુઆરી)એ મેચ રમાઈ. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ અને પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારત પાકિસ્તાન મેચ પછી આઈઆઈટીયન બાબા (અભય સિંહ) સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. તેણે મેચ પહેલા એક મોટી આગાહી કરી હતી.
આઈઆઈટીયન બાબાને કેમ ટ્રોલ કરવામાં આવ્યા?
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ મેચ પહેલા આઈઆઈટીયન બાબાએ મેચ વિશે એક મોટી આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ કોઈપણ સંજોગોમાં મેચ હારી જશે. આ ઉપરાંત, બાબાએ વિરાટ કોહલી વિશે એમ પણ કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ રહેશે.
આ પણ વાંચો : આ વ્યક્તિ ઘરે બેસીને કરાવી રહ્યો છે ડિજિટલ બાથ! લોકોએ કહ્યું, આતો શ્રદ્ધા સાથે ચેડા છે
પરંતુ હવે ભારત-પાકિસ્તાન મેચ બાદ બાબાની આગાહી ખોટી પડી છે. ભારતે આ મેચ પણ જીતી લીધી અને વિરાટ કોહલીએ આ મેચમાં એક સદી પણ ફટકારી છે. હવે ભારતીય ટીમની જીત બાદ બાબાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ હતી મેચની સ્થિતિ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 241 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન સઉદ શકીલે બનાવ્યા. તેણે 62 રનની ઇનિંગ રમી. ટાર્ગેટનો પીછો કરતા ભારતે માત્ર 42.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. કિંગ કોહલીએ 111 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય શ્રેયસ ઐયરે 56 રન બનાવ્યા. '
આ પણ વાંચો : સ્પેસ સુટમાંથી ઓક્સિજન લીક થાય તો કેટલો સમય જીવતા રહી શકે છે એસ્ટ્રોનોટ્સ, આ રહ્યો જવાબ