Imphal Ima Keithel Market : અહીંયા છે વિશ્વનું અનોખું મહિલા બજાર, જ્યા પુરુષો માટે No Entry!
Imphal Ima Keithel Market : મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આવેલું ઇમા કેથેલ (Ima Keithel) બજાર દુનિયાભરમાં અનોખી ઓળખ ધરાવે છે, જ્યાં તમામ દુકાનો માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત થાય છે. હજારો મહિલા વેપારીઓ અહીં શાકભાજી, કપડાં અને હસ્તકલા જેવી વસ્તુઓનું વેચાણ કરે છે. 500 વર્ષ જૂના ઇતિહાસ સાથે જોડાયેલું આ બજાર આર્થિક અને સામાજિક રીતે મણિપુર માટે ખૂબ મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
Advertisement
Imphal Ima Keithel Market : મણિપુર (Manipur) છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં રહ્યું છે, પરંતુ તેની રાજધાની ઇમ્ફાલ (Imphal)માં આવેલું એક અનોખું બજાર દુનિયાભરમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આ બજારનું નામ ઇમા કેથેલ (Ima Keithel – Mother’s Market) છે, જેને “માતાનું બજાર” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંની તમામ દુકાનો માત્ર મહિલાઓ (Women Vendors) દ્વારા જ સંચાલિત થાય છે. હજારોની સંખ્યામાં મહિલાઓ અહીં દૈનિક વેપાર કરે છે અને આ બજારને સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું વિશ્વનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવે છે.

