રીલ બનાવવાના ચક્કરમાં છોકરી ભૂલી ભાન, કેમેરો ચાલું રાખી પહોંચી ગઇ બાથરૂમમાં અને..!
- બાથરૂમમાં રીલ બનાવતી છોકરી
- વાયરલ યુવતીની અનોખી હરકત
- સોશિયલ મીડિયા પર વિચિત્ર ડાંસ
- ગીત અને મજાકનો વાયરલ સંગમ
Viral Video : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં લોકો પોતાની ઓળખ બનાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરતા જોવા મળે છે. કેટલાક લોકો પોતાની પ્રતિભા દ્વારા લોકોનું ધ્યાન ખેંચે છે, જ્યારે કેટલાક અશ્લીલતા કે વિચિત્ર હરકતોનો સહારો લઈને ચર્ચામાં આવે છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા લોકો જોવા મળે છે જેઓ પોતાની અજીબોગરીબ ગતિવિધિઓને કારણે લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં એક યુવતીનો વીડિયો આવી જ એક વિચિત્ર હરકતોના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવતીએ પોતાની અનોખી હરકતોથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ચર્ચાનો વિષય બની ગઈ છે.
બાથરૂમમાં રીલ બનાવવાની વિચિત્ર કહાની
આ વાયરલ થયેલા વીડિયોમાં એક યુવતી બાથરૂમમાં દાખલ થઈને એક રીલ બનાવતી જોવા મળે છે. તેણે બોલિવૂડના પ્રખ્યાત ગીત ‘દિલ ને યે કહા હૈ દિલ સે’ પર અભિનય કર્યો છે. વીડિયોમાં તે બાથરૂમની બહાર કેમેરો મૂકે છે અને પછી અંદર જઈને ટોયલેટ સીટની નજીક ઉભી રહીને ગીત પર જોરશોરથી એક્ટિંગ કરવાનું શરૂ કરે છે. તેની આ હરકતો એટલી તીવ્ર અને અજીબ છે કે જોનારાઓને લાગે કે તે આ ગીત પર નાચતાં-નાચતાં શું મરી જશે? બાથરૂમ જેવી અસામાન્ય જગ્યાએ આવી રીતે નૃત્ય અને અભિનય કરવો લોકો માટે આશ્ચર્યજનક બની રહ્યો છે. આવી વિચિત્ર સ્થિતિમાં રીલ બનાવવાનો તેનો આ અંદાજ લોકોને હેરાન કરી રહ્યો છે.
View this post on Instagram
લોકોની પ્રતિક્રિયા અને મજાક
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી ફેલાયો અને લોકોએ તેના પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ આ યુવતીની મજાક ઉડાવી અને કોમેન્ટ્સમાં લખ્યું કે, “શું તને રીલ બનાવવા માટે બીજી કોઈ જગ્યા જ ન મળી?” જ્યારે અન્ય કેટલાકે તેની આ હરકતને હાસ્યાસ્પદ ગણાવી. આ વીડિયો ખુશી નામના યુઝરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@khushivideos1m) પરથી શેર કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને ઘણાએ તેને પસંદ પણ કર્યો છે. ખુશીના એકાઉન્ટ પર આવી ઘણી વિચિત્ર અને અનોખી પોસ્ટ્સ જોવા મળે છે, જેમાં તે વિવિધ ગીતો પર અભિનય કરતી રીલ્સ શેર કરે છે.
સોશિયલ મીડિયાની વિચિત્ર દુનિયા
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે લોકો કોણ પણ હદે જઈ શકે છે. કેટલાક લોકો પોતાની કળા અને સર્જનાત્મકતા દ્વારા ઓળખ મેળવે છે, જ્યારે કેટલાક આવી અજીબ હરકતો કરીને ચર્ચામાં આવે છે. ખુશીનો આ વીડિયો એક ઉદાહરણ છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ પણ અસામાન્ય રીતે લોકોનું ધ્યાન ખેંચી શકે છે.
આ પણ વાંચો : 62 વર્ષની ઉંમરે પણ યુવા જેવો જોશ! જુઓ અનિતા રાજનો વર્કઆઉટ વીડિયો