India-Pakistan War : તમે આવો વીડિયો બનાવતા પહેલાં સો વાર વિચારજો...
- India-Pakistan War દરમિયાન ખાસ સાવચેત રહો
- સંવેદનશીલ વસ્તુઓ મળે ત્યારે વહીવટી તંત્રને સત્વરે જાણ કરો
- Missile સાથેનો વીડિયો તો તમને જેલ પણ કરાવી શકે છે
India-Pakistan War : અત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકોએ મિસાઈલ (Missile) સાથે વીડિયો બનાવ્યો અને અપલોડ પણ કર્યો. જો કે India-Pakistan War માં કોઈપણ શસ્ત્ર સાથે વીડિયો બનાવીને અપલોડ કરવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે અને Missile સાથેનો વીડિયો તો તમને જેલ પણ કરાવી શકે છે.
ઓપરેશન સિંદૂર અને વીડિયોનું કનેકશન
એક વીડિયોમાં કેટલાક લોકો પંજાબ (Punjab) ના એક ખેતરમાં પડેલા મિસાઈલ જેવા હથિયાર સાથે ફોટા પાડતા અને વીડિયો બનાવતા જોવા મળે છે. આ વીડિયોને India-Pakistan War સાથે સાંકળવામાં આવી રહ્યો છે, ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' (operatioin Sindoor) સાથે. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. વીડિયોમાં દેખાતું મિસાઈલ જેવું હથિયાર હોશિયારપુરમાં મળેલા કાટમાળની તસવીરોમાં દેખાય છે તેવી PL-15E મિસાઈલ જેવું લાગે છે. હવે પંજાબમાં મળી આવેલ આ શસ્ત્ર કે શસ્ત્રના એક ભાગ સાથે ફોટા પડાવવા અને વીડિયો બનાવવો એ કેટલો યોગ્ય છે ? તે આપ જાતે જ નક્કી કરો.
Request: Please do not touch or handle any such explosive material, as it can cause serious injury or loss of life. pic.twitter.com/bURDZaoRhm
— Gagandeep Singh (@Gagan4344) May 9, 2025
આ પણ વાંચોઃ Operation Sindoor બાદ પાકિસ્તાની ફીમેલ ન્યૂઝ એન્કરનો રડતો વીડિયો થયો વાયરલ
શંકાસ્પદ વસ્તુઓને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ
આ વિડિઓ X પર @Gagan4344 દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, વિનંતી: કૃપા કરીને કોઈપણ વિસ્ફોટક સામગ્રીને સ્પર્શ કરશો નહીં અથવા તેની સાથે ચેડા કરશો નહીં, કારણ કે તેનાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા જાનહાનિ થઈ શકે છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, આ પોસ્ટને 2 લાખ 34 હજારથી વધુ વ્યૂઝ અને 2.8 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત યુઝર્સ આ વીડિયો પર રંગબેરંગી ઉપરાંત ચેતવણીજનક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ હસવા જેવી વાત નથી. બીજા યુઝરે લખ્યું કે, આ એક નવો સેલ્ફી પોઈન્ટ બની ગયો છે. ત્રીજા યુઝરે લખ્યું કે, શંકાસ્પદ વસ્તુઓને સ્પર્શ ન કરવો જોઈએ અને તાત્કાલિક સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવી જોઈએ
આ પણ વાંચોઃ Mock Drill and Blackout : ઈમરજન્સી સીચ્યુએશન્સમાં આપની પાસે રાખો આ યુઝફુલ ગેઝેટ્સ...