Virat Kohli ની એક લાઇકથી જર્મન ઇન્ફ્લુએન્સર ચર્ચિત ચહેરો બની !
- Virat Kohli ની એક લાઇકથી ગામ ગાંડુ થયું
- લિઝલાઝ નામની ઇન્ફ્લુએન્સર ચર્ચામાં આવી
- ઇન્ફ્લુએન્સર વિષે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત નથી
- વિરાટના સાથીએ અલ્ગોરિધમને આગળ ધર્યું
Virat Kohli : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Indian Cricketer - Virat Kohli) ફક્ત મેદાન પર જ નહીં, પણ તેની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને પણ ધ્યાન ખેંચે છે. ગયા વર્ષે, તેણે અભિનેત્રી અવનીત કૌરનો (Avneet Kaur) એક ફોટો લાઈક (Photo Like Controversy) કર્યો હતો, જેના કારણે વ્યાપક વિવાદ થયો હતો. જો કે, ક્રિકેટરે તેનું કારણ અલ્ગોરિધમિક સમસ્યા (Algorithmic Error) હોવાનું જણાવ્યું હતું. હવે, તેણે ઇન્સ્ટાગ્રામ પર જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલાઝનો (German Influencer Lizlaz) એક બોલ્ડ ફોટો લાઈક (Bold Photo Like) કર્યો છે.
Virat Kohli, નક્કર માહિતી નથી
લિઝલાઝ એક જર્મન-દક્ષિણ આફ્રિકન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર છે. આ સિવાય તેના વિશે કોઈ નક્કર અથવા વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ નથી, તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તેને "વ્લોગર, ફૂડી અને ગાયિકા" તરીકે (Vlogger, Foodie & Singer - Lizlaz) વર્ણવે છે. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ સૂચવે છે કે, તે જીવનશૈલી, સંગીત અને મનોરંજન પર વિડિઓઝ બનાવે છે. તેના 400,000 થી વધુ ફોલોઅર્સ છે. લિઝલાઝ ભારતની મુલાકાત પણ લઈ ચૂકી છે. જાન્યુઆરી 2026 માં, તેણીએ હરિયાણામાં એક લગ્નમાં હાજરી આપી હતી.
Kohli liked this post on Instagram. Another paragraph loading on algorithm 😭😭 pic.twitter.com/PWB9aFlY87
— ` (@WorshipDhoni) April 16, 2026
આ પણ વાંચો ------------Shreyas Iyer નો મેદાનમાં તરખાટ, ધોની-રોહિત જેવા દિગ્ગજોના રેકોર્ડના ભૂક્કા કાઢ્યા !
Virat Kohli, ખાનગી આઇડી બનાવી લો
એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો હતો કે, વિરાટ કોહલીએ લિઝલાઝનો ફોટો કથિત રીતે લાઈક કર્યો હતો. જો કે, તે સ્પષ્ટ નથી કે, ક્રિકેટરે આકસ્મિક રીતે આવું કર્યું હતું કે, તે અલ્ગોરિધમિક ભૂલ હતી. એક યુઝરે જવાબ આપ્યો, "મારો મતલબ, આ વ્યક્તિને એક પણ વસ્તુ પસંદ નથી આવી શકતી." બીજાએ લખ્યું, "અનુષ્કા ભાભી ફરીથી ગુસ્સે થશે." ત્રીજાએ વિરાટને સૂચન કર્યું, "ચીકુ ભાઈ, એક ખાનગી આઈડી બનાવો..."
વિરાટનો બચાવ કર્યો
બીજી તરફ જર્મન ઇન્ફ્લુએન્સરની જે તસ્વીરને કથિત રીતે લાઇક મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેના ફોટાના કોમેન્ટમાં યુઝવેન્દ્ર ચહલ સહિતના લોકોએ અલ્ગોરિધમ લખીને ચીકુભૈયા ઉર્ફે વિરાટનો બચાવ કર્યો છે, અને આ લાઇક અલ્ગોરિધમના ગોટાળાના કારણે થઇ હોવાનો આડકતરો સંકેત આપ્યો છે.
આ પણ વાંચો ------------ Ranveer Singh નો 'ધૂરંધર લૂક' વિદ્યાર્થીના સ્કુલ એસાઇનમેન્ટમાં છલકાયો


