Indian Currency: ફરી આવશે નોટબંધી જેવી સ્થિતિ? સરકાર હવે 500ની ચલણી નોટ બંધ કરશે?
- શું RBI માર્ચથી 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકશે?
- જાણો સરકારે શું આપ્યો છે જવાબ?
- 500 રૂપિયાની નોટ અને ATM ઉપાડ પર પ્રતિબંધ!
- સરકારની ફેક્ટ ચેક એજન્સીએ લોકોની ચિંતા દૂર કરી
Indian Currency: સોશિયલ મીડિયા (Social media) ના યુગમાં, એક સંદેશ આંખના પલકારામાં લાખો લોકો સુધી પહોંચી જાય છે. પરંતુ જ્યારે આ સંદેશાઓ અધૂરા અથવા સંપૂર્ણપણે ખોટા દાવાઓ પર આધારિત હોય છે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. તાજેતરમાં પણ આવી જ સમસ્યા ઉભી થઈ છે. સોશિયલ મીડિયા પર એક આવા જ સમાચાર વાયરલ થયા છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) માર્ચ 2026 થી 500 રૂપિયાની નોટોને બંધ કરશે. અને આ નોટો હવે ATM પર ઉપલબ્ધ રહેશે નહીં. આ દાવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે.
Indian Currency: વાયરલ દાવો શું કહે છે?
સોશિયલ મીડિયા પર ફરતા સંદેશાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે, માર્ચ 2026 પછી 500 રૂપિયાની નોટો ધીમે ધીમે ચલણમાંથી બહાર કરવામાં આવશે. કેટલીક પોસ્ટ (Post) માં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ATMમાંથી 500 રૂપિયાની નોટો ઉપાડવાનું પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આવા સમાચારો લોકોને 2016માં સરકારે કરેલી નોટબંધીની યાદ અપાવે છે.
આ પણ વાંચો----- Delhi Taxi: રાજધાની દિલ્હીમાં ટેક્સીના નિયમોમાં ફેરફાર, ખાનગી કારમાલિકોને પણ થશે લાભ, જાણો રેખા ગુપ્તા સરકારની શું છે યોજના?
Indian Currency: PIB એ આખી સત્ય જણાવી
લોકોમાં વધતી મૂંઝવણ જોઈને, સરકારની ફેક્ટ ચેક એજન્સી (Fact Check Agency), પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (Press Information Bureau)(PIB) એ હસ્તક્ષેપ કરવો પડ્યો. PIB ની ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટપણે જણાવ્યું કે 500 રૂપિયાની નોટ અંગે વાયરલ થઈ રહેલા તમામ દાવા ખોટા અને ભ્રામક છે. PIB એ સ્પષ્ટતા કરી છે કે RBI એ 500 રૂપિયાની નોટની નોટબંધી અથવા ATM માંથી ઉપાડ બંધ કરવા અંગે કોઈ જાહેરાત કરી નથી. 500 રૂપિયાની નોટ સંપૂર્ણપણે કાયદેસર ટેન્ડર છે. અને તેનો ઉપયોગ રોકડ વ્યવહારો માટે ચાલુ રહેશે. PIB એ જનતાને અપીલ કરી છે કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે. અને તેને શેર કરતા પહેલા સમાચારની ચકાસણી કરે.
RBI to stop ₹500 notes from ATMs by March 2026❓🤔
Some social media posts claim that the Reserve Bank of India will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck:
❌This claim is #fake!
✅ @RBI has made NO such announcement.
✅ ₹500 notes have… pic.twitter.com/F0Y3t0wHSf
— PIB Fact Check (@PIBFactCheck) January 2, 2026
Indian Currency: ATM અને 500 રૂપિયાની નોટો
વાસ્તવિકતા એ છે કે, દેશના મોટાભાગના ATM માં 500 રૂપિયાની નોટો હોય છે. આનું કારણ એ છે કે તેઓ લોકોને એકસાથે મોટી માત્રામાં પૈસા સરળતાથી ઉપાડવાની મંજૂરી આપે છે. ATM માંથી 500 રૂપિયાની નોટો દૂર કરવાથી રોકડ ઉપાડમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ છે. રાહતની વાત એ છે કે, હાલ સરકારની આવી કોઈ યોજના નથી.
અગાઉ પણ ફેલાઈ હતી અફવાઓ
આ પહેલીવાર નથી જ્યારે 500 રૂપિયાની નોટ બંધ થવાની અફવા ફેલાઈ હોય, જૂન 2025 અને ઓગસ્ટ 2025માં પણ આવા જ દાવા કરવામાં આવ્યા હતા. જેને સરકારે ફગાવી દીધા હતા. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે 500 રૂપિયાની નોટોનો પુરવઠો બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.
આ પણ વાંચો------ TV serials: ટીવી પર ફરી છવાઈ સ્મૃતિ ઈરાની, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ નંબર 1 શો, અનુપમાન કયા સ્થાને?
આ પણ વાંચો------- China: ચીનમાં ભૂતપૂર્વ મેયરને સજા-એ-મોતનું એલાન, ઘરમાંથી મળ્યો હતો સોનાનો ‘પહાડ’!


