Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

છોલેને પડતા મુકીને ભટુરેએ પીઝા સંગ જોડી બનાવી, યુઝર્સે લખ્યું, 'ભગવાન માફ નહીં કરે' !

ભારતનું સ્ટ્રીટ ફૂડ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ જાય છે. જેને લઇને લોકો સ્ટ્રીટ ફૂટ જોડે અક્સપરીમેન્ટ કરવાનું ભૂલતા નથી, તાજેતરમાં છોલે ભટુરે વેચતા વિક્રેતાએ પીઝા બનાવવાનો અનોખો પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ વાનગીને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે રોષ વ્યાપ્યો છે.
છોલેને પડતા મુકીને ભટુરેએ પીઝા સંગ જોડી બનાવી  યુઝર્સે લખ્યું   ભગવાન માફ નહીં કરે
Advertisement
  • છોલે ભટુરે વેચતા વિક્રેતાએ પીઝા પર હાથ અજમાવ્યો
  • ભટુરે પર સોસ અને ટોપીંગ પાથરીને પીઝા તૈયાર કરવામાં આવ્યો
  • યુઝર્સે લખ્યું, ભારત અને ઇટલી બંને એકસાથે ગાળો આપશે

Bhatura Pizza Video Viral : ભારતીય સ્ટ્રીટ ફૂડ ઓનલાઈન યુઝર્સને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. રસ્તાની બાજુમાં કરવામાં આવેલા એક સાહકમાં, સ્થાનિક વિક્રેતાએ પરંપરાગત ભારતીય છોલે ભટુરેને એક અનોખા પીઝામાં રૂપાંતરિત કરી દીધું હતું. દિલ્હીના જીટીબી નગર મેટ્રો સ્ટેશન નજીક એક યુવક ભટુરા પીઝા વેચતો હોવાનો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં, તે વ્યક્તિ ભટુરા (તળેલી બ્રેડ) નો ઉપયોગ કરીને પીઝા બનાવે છે, જે સામાન્ય રીતે મસાલેદાર છોલે ચણા સાથે ખાવામાં આવે છે, અને તે ઉત્તર ભારતીયોના મનપસંદમાંનો એક છે. વીડિયોમાં, તે ભટુરા પર શાકભાજી, ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સાથે ટોપ કરે છે. અને જોતા જ મોંઢામાં પાણી આવી જાય તેવા પીઝા તૈયાર કરે છે.

ચટણીના પેકેટ સાથે પીરસાય છે

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @oye.foodieee હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વિડીયોમાં "ટોપ બર્ગર" તરીકે ઓળખાતો એક સ્ટોલ દેખાય છે. વિડીયોની શરૂઆત વિક્રેતા ભટુરા લેતા, તેના બેઝ પર ટામેટાની પેસ્ટ લગાવતા, પછી ડુંગળી, મરી, મકાઈ અને ચીઝનું મિશ્રણ ઉમેરતા જોવા મળે છે. પછી તેઓ ભટુરા પર ચીઝનો મોટો જથ્થો છીણી લે છે, અને તેના પર શાકભાજીના ટુકડા ઉમેરે છે, અંતે બેઝ પર તંદૂરી ચટણી અને ક્રીમ ચીઝ ફેલાવે છે, અને પછી તેને ઓવનમાં મૂકે છે. ઓવનમાંથી નીકળેલી વાનગી બિલકુલ પીઝા જેવી દેખાતી હતી, તેનો બેઝ માત્ર ભટુરાનો હતો. વિક્રેતાએ પીઝા પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવે છે, અંતે ગ્રાહકને કેપઅપ થોડા પેકેટ સાથે પીરસે છે.

Advertisement

યુઝર્સની રસપ્રદ કોમેન્ટ્સ

વીડિયો જોયા પછી, લોકો શરૂઆતમાં આ સ્ટ્રીટ ફૂડ શોધથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, અને પછી વિવિધ પ્રકારની રમુજી ટિપ્પણીઓ સાથે તેની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, "જો તમે ચણા પણ ઉમેર્યા હોત તો મજા આવી હોત, ભાઈ." બીજાએ લખ્યું કે, "ભગવાન તને માફ નહીં કરે, ભાઈ." ત્રીજાએ લખ્યું કે, "ભારત અને ઇટાલી તને એકસાથે ગાળો આપશે."

Advertisement

આ પણ વાંચો ------  Karnataka : ચાલતી ટ્રેન પકડવા ભાગ્યા કાકા અને પછી...!

Tags :
Advertisement

.

×