Thailand માં ભારતીય પ્રવાસી જોડે ગેરવર્તણૂંક, મહિલાએ હદ વટાવી દીધી !
- Thailand માં ભારતીય પ્રવાસી જોડે મહિલાએ બુમો પાડીને ફજેતી કરી
- પ્રવાસીને બિલમાં થયેલી ગેરસમજ મામલે પરિસ્થિતી વણસી ગઇ હતી
- પોલીસની મદદ લેવામાં આવતા રેસ્ટોરેન્ટના મેનેજરને ભૂલ સમજાઇ
Thailand : વિદેશ પ્રવાસ કોને ન ગમે ? પણ કલ્પના કરો કે તમે ક્રાબીના આઓ નાંગમાં આરામથી નાસ્તો માણી રહ્યા છો, અને અચાનક કોઈ તમારા પર બૂમો પાડવા લાગે છે તો !. ઇન્સ્ટાગ્રામ વ્લોગર સુમો (@semicolonsandsuitcases) ને થાઇલેન્ડમાં પણ આવો જ એક કડવો અનુભવ થયો છે. એક મહિલા કર્મચારી નાની ગેરસમજથી એટલી નારાજ થઈ ગઈ કે, તેણે ભારત પર પ્રહારો કર્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વ્લોગર કહે છે કે, તેણે ભારતીય હોવાનું સમજાવતાં જ મહિલાનો સ્વર બદલાઈ ગયો, અને તે કહેવા લાગી, "ભારતીય લોકો પૈસા ચૂકવવા માંગતા નથી."
Thailand, પૈસા નહીં આદરનો મામલો
વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, મહિલા અત્યંત ગુસ્સે છે, અને સતત બૂમો પાડી રહી છે. વ્લોગર સુમોએ સમજાવ્યું કે, તેણે બિલમાં ભૂલ સુધારવા માટે કોઈને ફોન કર્યો હતો, પરંતુ મદદ મેળવવાને બદલે, તેને દુર્વ્યવહાર અને જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે મહિલાએ ભારત વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવાનું પણ શરૂ કર્યું હતું. વ્લોગરે સ્પષ્ટતા કરી કે, તે પૈસા વિશે નથી, પરંતુ આદર વિશે છે. જ્યારે પરિસ્થિતિ વણસી, ત્યારે તેણે પોલીસને દરમિયાનગીરી કરવા બોલાવવી પડી હતી.
View this post on Instagram
આ પણ વાંચો ------------------ Paragliding : 73 વર્ષિય 'બા'એ ઉંમરને પાછળ છોડીને આકાશમાં ઉડાન ભરી
Thailand, પોલીસે મામલો થાળે પાડ્યો
પરિસ્થિતિ વણસી રહી જોઈને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં વ્લોગરે શાંતિથી અધિકારીઓને પરિસ્થિતિ સમજાવી હતી. સદનસીબે, પોલીસે તેની ચિંતાઓ પર ધ્યાન આપ્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરતા જ રેસ્ટોરન્ટના મેનેજરને તેની ભૂલનો અહેસાસ થયો હતો, અને તેણે હાથ જોડીને માફી માંગી હતી. સુમોએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, થોડા વ્યક્તિઓના કારણે આખા દેશ કે, સમુદાયને બદનામ કરવું સંપૂર્ણપણે ખોટું છે.
લોકો વ્હોલગર પર ચઢી બેઠા
વીડિયો વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો છલકાઇ ગયો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, વ્લોગરને ટેકો આપવાને બદલે, કેટલાક લોકો તેની આકરી પૂછપરછ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. બીજા એક વીડિયોમાં સુમોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, સૌથી દુઃખદ બાબત એ છે કે, જ્યારે પોતાના દેશના લોકો સત્ય જાણ્યા વિના પોતાના જ ભાઈઓને અપમાનિત કરે છે. તેમણે અપીલ કરી છે કે, જો તમારી સાથે ક્યાંય કંઈ ખોટું થાય છે, તો ડરશો નહીં, પરંતુ તમારો અવાજ ઉઠાવો.
આ પણ વાંચો ------------------ Alia Bhatt ની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા જતા Pakistani બરાબર ભેરવાયો !


