Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ઓસ્ટ્રેલિયામાં ડ્રાઇવિંગ કરતા યુવકનું ખિસ્સું છલકાયું, કમાણી ચોંકાવી દેશે !

વહેલી સવારે યુવકના વિસ્તારમાં મુસાફરો શોધવા મુશ્કેલ હતા, જેથી તુષાર બારેજા એરપોર્ટ તરફ રવાના થયો. ત્યાં, તેણે 47 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 2,600 રૂપિયા) કમાયા હતા, સવારે 7 વાગ્યા સુધીમાં, તેની કુલ કમાણી 98 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 5,400 રૂપિયા) સુધી પહોંચી ગઈ હતી. કારમાં ઇંધણ ભર્યા પછી, તેણે સેન્ડવિચ સાથે નાસ્તો કરવા માટે એક નાનો વિરામ લીધો.
ઓસ્ટ્રેલિયામાં ડ્રાઇવિંગ કરતા યુવકનું ખિસ્સું છલકાયું  કમાણી ચોંકાવી દેશે
Advertisement
  • ભારતીય યુવાને ઓસ્ટ્રેલિયામાં કાર ડ્રાઇવીંગ કરીને ધીકતી કમાણી કરી
  • યુવકે પોતાનો અનુભવ વીડિયોમાં વર્ણન કરીને જણાવ્યો
  • યુવકની કમાણીનો આંકડો જોઇને કોમેન્ટ બોક્સ છલકાયું

Indian Man Driving Car Australia Shocking Earning : એક કહેવત છે કે, જો તમે એક વખત મગજમાં નક્કી કરી લો, પછી ગમે ત્યાં કમાણી કરી શકો છો. જો તમે કામ કરવા તૈયાર હોવ, તો જીવન હજારો રસ્તાઓ ખોલે છે. એ જ રીતે, એક યુવકે સોશિયલ મીડિયા પર શેર કર્યું કે, તેણે વિદેશમાં કેબ ડ્રાઇવર તરીકે કામ કરીને માત્ર એક દિવસમાં કેટલી કમાણી કરી હતી. તેની પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તુષાર બરેજા નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ઉબેર કેબ ચલાવીને કમાયેલા પૈસાનું વર્ણન કરે છે.

સવારે 4 વાગ્યે દિવસની શરૂઆત થઇ

તેણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું, "મેલબોર્નમાં 10 કલાક UberX ડ્રાઇવિંગ, એક વાસ્તવિક અનુભવ અને વાસ્તવિક કમાણી. હું તમને બતાવી રહ્યો છું કે, આખો દિવસ વાહન ચલાવવાનો અનુભવ કેવો હોય છે. શું તે નફાકારક છે કે નહીં? અંત સુધી જુઓ." વીડિયોમાં દિવસભર તેને મળેલા મુસાફરોની વિગતો આપવામાં આવી છે. તેની માહિતી મુજબ, તેણે પોતાનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ કર્યો હતો. તે સમયે, તેના વિસ્તારમાં મુસાફરો શોધવા મુશ્કેલ હતા, તેથી તે પહેલા શહેર તરફ ગયો.

Advertisement

નાસ્તા માટે ટૂંકો વિરામ લીધો

શહેરમાંથી, તુષાર બારેજા એરપોર્ટ તરફ રવાના થયો. ત્યાં, તેણે 47 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 2,600 રૂપિયા) કમાયા હતા, સવારે 7 વાગ્યા સુધીમાં, તેની કુલ કમાણી 98 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 5,400 રૂપિયા) સુધી પહોંચી ગઈ હતી. કારમાં ઇંધણ ભર્યા પછી, તેણે સેન્ડવિચ સાથે નાસ્તો કરવા માટે એક નાનો વિરામ લીધો, અને પછી પાછો રસ્તા પર આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો ------- Viral Video : -36 ડિગ્રી તાપમાનમાં યુવતીએ હવામાં ફેંક્યું ગરમ પાણી, વીડિયો જોઈ યુઝર્સ રહી ગયા દંગ

કુલ કમાણી 330 ઓસ્ટ્રેલિયન ડોલર

તે પછી, તેને 25 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 1,400 રૂપિયા) માં બીજી સવારી મળી હતી. તે આખો દિવસ ડ્રાઇવિંગ કરતો રહ્યો, લગભગ 10 કલાક કામ કર્યા પછી, બારેજાએ કરિયાણાની ખરીદી કરી, અને દિવસની પોતાની શિફ્ટ પૂર્ણ કરી હતી. તેણે વીડિયોમાં ખુલાસો કર્યો કે, તે દિવસે તેની કુલ કમાણી 330 ઓસ્ટ્રેલિયન ડોલર અથવા લગભગ 18,200 રૂપિયા હતી.

મહિનામાં પણ આટલો પગાર નથી મળતો

જો કે, તુષાર બારેજાએ 12 કલાકનો પડકાર પૂર્ણ કરવાની યોજના બનાવી હતી, તે પૂર્ણ કરવા માટે તે ખૂબ થાકી ગયો હતો, તેથી તેણે દિવસનું કામ ફક્ત 10 કલાકમાં પૂર્ણ કર્યું હતું. કન્ટેન્ટ ક્રિએટર તુષાર બારેજા ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહે છે, અને ઘણીવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાના અનુભવો શેર કરે છે. તેમનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, અને દર્શકો વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે, "અમે પણ ઓસ્ટ્રેલિયા આવવા માંગીએ છીએ." બીજાએ કોમેન્ટ કરતા લખ્યું કે, "અમને ભારતમાં એક મહિનામાં આટલો પગાર પણ મળતો નથી."

આ પણ વાંચો ------- Viral : ફૂડ ડિલિવરી રાઇડરની આવકનું ડેશબોર્ડ જોઇને ઉડ્યા હોશ !

Tags :
Advertisement

.

×