New Year ના દિવસે ભારતીયોએ સૌથી વધુ ઓર્ડર કરેલી વસ્તુને જાણીને સ્તબ્ધ થઈ જશો
- સૌથી વધુ ઓર્ડર કરેલી વસ્તુઓની માહિતી શેર કરી
- કપ અને પ્લેટોના વેચાણમાં 325% નો વધારો થયો
- Condom ના 1.2 લાખ પેક ડિલિવર કરવામાં આવ્યા
Indians ordered on New Year : ભારતીયોએ ગઈકાલ રાત્રે ઉત્સાહ સાથે નવા વર્ષ 2025 નું આગમન કર્યું હતું. તો વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરના રોજ ભારતીયો દ્વારા ઓનલાઈન સૌથી વધુ ઓર્ડર કરવામાં આવ્યું હતું, તેનો એક અહેવાલ તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ અહેવામાં રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. જોકે આ આંકડાઓ વિશે વિવિવધ કંપનીઓના માલિક દ્વારા માહિતી શેર કરવામાં આવી છે. તો મોટાભાગે ન્યૂ યર પાર્ટીમાં ઉપયોગમાં આવતી વસ્તુઓને ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી.
સૌથી વધુ ઓર્ડર કરેલી વસ્તુઓની માહિતી શેર કરી
Blinkit ના CEO Albinder Dhindsa અને Swiggy અને Swiggy Instamart ના સહ-સ્થાપક Phani Kishan બંનેએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેમના પ્લેટફોર્મ પર સૌથી વધુ ઓર્ડર કરેલી વસ્તુઓની ટ્વીટ દ્વારા માહિતી શેર કરી છે. Swiggy Instamart પર રાત્રિ દરમિયાન 5 વસ્તુઓ સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. તેમાં દૂધ, ચિપ્સ, ચોકલેટ, દ્રાક્ષ, ચીઝનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: New Year માં દુલ્હનની જેમ ઝળકતું GOA કેમ સ્મશાન જેવું જોવા મળ્યું?
કપ અને પ્લેટોના વેચાણમાં 325% નો વધારો થયો
Quick Commerce Platform પર રાત્રી દરમિયાન Ice Cubeના કુલ 6,834 પેકેટ રાત્રે 8 વાગ્યે Blinkit દ્વારા ડિલિવરી માટે મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે Big Basket પર Ice Cube ના ઓર્ડરમાં 1290% નો ભારે વધારો થયો હતો. નોન-આલ્કોહોલ બેવરેજીસના વેચાણમાં 552% વધારો જોવા મળ્યો હતો અને ડિસ્પોઝેબલ કપ અને પ્લેટોના વેચાણમાં 325% નો વધારો થયો હતો. સોડા અને મોકટેલના વેચાણમાં પણ 200% થી વધુ વધારો થયો છે.
Condomના 1.2 લાખ પેક ડિલિવર કરવામાં આવ્યા
31 ડિસેમ્બરની બપોર સુધીમાં Swiggy Instamart એ Condom ના 4,779 પેકની ડિલિવરી કરી હતી. Albinder Dhindsa એ ખુલાસો કર્યો કે Blinkit પર પણ Condom નું વેચાણ વધ્યું છે. Blinkit ના CEO એ નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધીમાં ગ્રાહકોને Condom ના 1.2 લાખ પેક ડિલિવર કરવામાં આવ્યા હતા. જેમાંથી ચોકલેટ ફ્લેવર સૌથી વધુ વખત ઓર્ડર કવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ના ભારત, ના અમેરિકા... આ દેશના લોકો સૌથી વધુ સ્નાન કરે છે; જાણો કેમ?