Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વિદેશી સિંગરને જોધપુરમાં વિતાવેલું બાળપણ યાદ આવ્યું, ભારતના ભરપેટ વખાણ કર્યા

ઇન્ડોનેશિયન સિંગર બિઆન્કા નિએડ્ડુએ સોશિયલ મીડિયામાં રાજસ્થાનના જોધપુરમાં તેના બાળપણના ફોટા બતાવ્યા હતા, અને ભારતમાં તેના માતાપિતાના મળવા અને પ્રેમમાં પડવાની યાદો શેર કરી હતી, ત્યારબાદ તેઓએ પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદની પોસ્ટ્સમાં, તેણીએ એક વિદેશી છોકરી તરીકે ભારતીય વાતાવરણમાં વિતાવેલા બાળપણના તેના અનુભવો વિશે ખુલીને વાત કરી હતી.
વિદેશી સિંગરને જોધપુરમાં વિતાવેલું બાળપણ યાદ આવ્યું  ભારતના ભરપેટ વખાણ કર્યા
Advertisement
  • વિદેશી સિંગરે પોતાનું બાળપણ ભારતમાં વિતાવ્યું
  • સિંગરના માતા અને પિતા બંને અલગ અલગ દેશોમાંથી આવે છે
  • બિયાન્કાએ સોશિયલ મીડિયામાં શેર કરેલી સ્ટોરી લોકોને ખુબ ગમી

Bianca Nieddu Mesmerize Jodhpur, Praise India : ઇન્ડોનેશિયાના બાલીમાં રહેતી મહિલા સંગીતકાર કેનેડિયન અને ઇટાલિયન મૂળ ધરાવે છે, તેણે ભારતમાં તેના બાળપણ સમયની અનોખી વાત શેર કરીને સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. બિઆન્કા નિએડ્ડુની માતા કેનેડિયન છે, અને પિતા ઇટાલિયન છે, તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, તે ત્રણ મહિનાની ઉંમરથી ભારતમાં ઉછરી હતી, અને 16 વર્ષની થતા સુધી ત્યાં રહી હતી, જ્યાં તે સ્થાનિક સંસ્કૃતિ અને લોકો સાથે સંપૂર્ણપણે ભળી ગઈ હતી. તેણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સ પણ આ વીડિયોના કોમેન્ટમાં સકારાત્મક ટિપ્પણીઓ વરસાવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×