Indore માં ભિક્ષુક પાસેથી કરોડોની સંપત્તિ મળી, કોર્પોરેટ સેલેરી જેવી જોરદાર કમાણી
- ઇન્દોરમાં ચોંકાવનારી ઘટના સામે આવવા પામી છે
- રેસ્ક્યૂ કરાયેલા ભિક્ષુક પાસેથી મળેલી સંપત્તિએ સૌને ચોંકાવી દીધા
- ભિક્ષુક પૈસા ઉધાર આપીને સારૂએવું દૈનિક વ્યાજ મેળવતો હોવાનો દાવો
- ઇન્દોરને ભિક્ષુક મુક્ત બનાવવા માટે તંત્રએ કમર કસી
Indore Richest Bagger Shocked Internet : ઇન્દોર પ્રશાસને રક્તપિત્તથી પીડિત 50 વર્ષીય ભિખારીને રેસ્ક્યૂ કર્યો છે. જે અંગે અધિકારીઓનું કહેવું છે કે, તેની તપાસમાં કરોડો રૂપિયાની મિલકત મળી આવી હતી, જેમાં ત્રણ ઘર, એક કાર અને ત્રણ ઓટો-રિક્ષાનો સમાવેશ થાય છે. વહીવટીતં ત્રે ઇન્દોરમાં ભીખ માંગવા, ભિક્ષા આપવા અને ભિખારીઓ પાસેથી સામાન ખરીદવા પર પણ કાયદેસર પ્રતિબંધ લાદ્યો છે.
ભીખ માંગવા જવા વાહન માટે ડ્રાઇવર રાખ્યો
વહીવટીતંત્રનો દાવો છે કે, ઇન્દોર સંપૂર્ણપણે ભિખારીઓથી મુક્ત બનાવવામાં આવી રહ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, લોકો પાસેથી માહિતી મળ્યા બાદ સરાફા વિસ્તારમાંથી રક્તપિત્તના દર્દીને બચાવી લેવામાં આવ્યો હતો. દિનેશ મિશ્રાએ જણાવ્યું કે, "અમને જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિ પાસે ત્રણ પાકા મકાન છે, જેમાં ત્રણ માળનું ઘર પણ છે. વધુમાં, તેની પાસે ત્રણ ઓટો-રિક્ષા છે, જે તે ભાડે આપે છે." મિશ્રાએ ઉમેર્યું હતું કે, તે વ્યક્તિ પાસે એક કાર પણ છે. તે આ વાહનમાં ભીખ માંગવા જાય છે, અને આ હેતુ માટે ડ્રાઇવર પણ રાખ્યો છે.
#WATCH | Indore, MP | Women And Child Development Officer Dinesh Mishra says, "Our teams dedicated to rescuing beggars were continuously conducting rescue operations in the city and were receiving reports that some children were selling balloons there, and an elderly man… pic.twitter.com/kfvVee4LWf
— ANI (@ANI) January 18, 2026
ઉછીના પૈસા આપી, તેના પર વ્યાજ મેળવે છે
મિશ્રાએ કહ્યું, "રક્તપિત્તથી પીડિત આ શખ્સ પૈડાવાળી ગાડીમાંથી ભીખ માંગે છે." મિશ્રાના જણાવ્યા મુજબ, આ શખ્સ વર્ષ 2021-22 થી ભીખ માંગી રહ્યો છે અને એવું પણ બહાર આવ્યું છે કે, તેણે બુલિયન માર્કેટમાં લોકોને ચારથી પાંચ લાખ રૂપિયા ઉછીના આપ્યા છે. તે આ લોન પર દરરોજ વ્યાજ વસૂલ કરે છે.
આ પણ વાંચો -------- 1BHK Home Tour Video Viral : મહિને રૂ. 8 લાખનું ભાડું ધરાવતા ઘરને જોઇને લોકોમાં અચરજ
કાયદાની જોગવાઇ અનુસાર કાર્યવાહી થશે
અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, "તે આ વ્યાજમાંથી દરરોજ 1000 થી 2000 રૂપિયા કમાય છે. વધુમાં, તેને દરરોજ 400 થી 500 રૂપિયા ભિક્ષા મળે છે. આ શખ્સને આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ શિવમ વર્માએ કહ્યું કે, ઇન્દોર એક ભિખારી મુક્ત શહેર છે. ભીખ માંગવા અંગે કોઈ પણ માહિતી મળે ત્યારે ભિખારીઓનું પુનર્વસન કરવામાં આવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તેમ પણ જણાવ્યું કે, વહીવટીતંત્રને સરાફા વિસ્તારમાં બચાવાયેલા વ્યક્તિની સંપત્તિ વિશે પ્રાથમિક માહિતી મળી છે, અને હકીકતોની ચકાસણી કર્યા પછી, કાયદાકીય જોગવાઈઓ મુજબ તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
બે વખત સમજાવ્યો, છતાં ભિક્ષાવૃત્તિ ચાલુ રાખી
પ્રવેશ નામના એક NGOના પ્રમુખ રૂપાલી જૈને જણાવ્યું હતું કે, રક્તપિત્તથી પીડિત આ વ્યક્તિના કેસને માનવતાવાદી દ્રષ્ટિકોણથી જોવો જોઈએ, કારણ કે તેણે ભીખ માંગીને લાખો રૂપિયાની પોતાની કથિત સંપત્તિ એકઠી કરી નથી. તેમણે સમજાવ્યું કે, તે વ્યક્તિ થોડા વર્ષો પહેલા કડિયાકામ કરતો હતો, પરંતુ રક્તપિત્તને કારણે તેની આંગળીઓ અને પગમાં ગંભીર નુકસાન થયા પછી, તે આ કામ ચાલુ રાખી શક્યો નહીં. સામાજિક અને કૌટુંબિક ભેદભાવનો સામનો કર્યા પછી, તેણે સરાફા વિસ્તારના પ્રખ્યાત ચાટ ચોપાટી પાસે રાત્રે ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે છેલ્લા ચાર વર્ષમાં બે વાર આ માણસને ભીખ માંગવાનું બંધ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે થોડા સમય માટે ભીખ માંગવાનું બંધ કર્યું હતું, પરંતુ પછીથી તેણે ફરીથી ભીખ માંગવાનું શરૂ કર્યું."
આ પણ વાંચો --------- Google ની મહિલા કર્મી Bengaluru અને New York ઓફિસ વચ્ચેનો તફાવત જણાવીને છવાઇ


