Indore Crorepati Beggar : ગલીઓમાં ભીખ માંગતા વૃદ્ધ પાસે નીકળી કરોડોની પ્રોપર્ટી, જાણીને આંખો ફાટી જશે!
- ઈન્દોરમાં ભિક્ષુક નીકળ્યો કરોડપતિ (Indore Crorepati Beggar )
- સરાફા બજારમાં ભીખ માંગતા વૃદ્ધની સંપત્તિનો ખુલાસો
- માંગીલાલ પાસે 3 મકાન અને લક્ઝરી કાર હોવાનું સામે આવ્યું
- કાર ચલાવવા માટે રાખ્યો છે પર્સનલ ડ્રાઈવર
- ભીખના પૈસા વેપારીઓને વ્યાજે આપતો હતો વૃદ્ધ
ઈન્દોર સમાચાર (Indore News): મધ્યપ્રદેશના ઈન્દોરના પ્રખ્યાત સરાફા બજારની ગલીઓમાં વર્ષોથી લાકડાની ગાડી પર બેસીને ભીખ માંગતા એક વૃદ્ધની અસલિયત સામે આવતા વહીવટી તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા ભિક્ષાવૃત્તિ નાબૂદી અભિયાન (Begging Free Campaign) દરમિયાન જ્યારે માંગીલાલ નામના આ વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, ત્યારે તેની કરોડોની સંપત્તિનો ખુલાસો થયો હતો.
Indore Crorepati Beggar : ભીખ માંગીને ઉભું કર્યું સામ્રાજ્ય
તપાસમાં જાણવા મળ્યું કે, રસ્તા પર દયનીય હાલતમાં દેખાતા માંગીલાલ વાસ્તવમાં આલીશાન જીવન જીવે છે. તેની પાસે ત્રણ પાકા મકાન (Three Houses), ત્રણ ઓટો રિક્ષા અને એક ડિઝાયર કાર પણ છે. નવાઈની વાત તો એ છે કે, આ લક્ઝરી કાર (Luxury Car) ચલાવવા માટે તેણે સ્પેશિયલ ડ્રાઈવર પણ રાખ્યો છે. રોજની 500 થી 1000 રૂપિયાની કમાણી કરનાર માંગીલાલે આ તમામ સંપત્તિ ભીખ માંગીને જ બનાવી છે.
#WATCH | Indore, MP | Women And Child Development Officer Dinesh Mishra says, "Our teams dedicated to rescuing beggars were continuously conducting rescue operations in the city and were receiving reports that some children were selling balloons there, and an elderly man… pic.twitter.com/kfvVee4LWf
— ANI (@ANI) January 18, 2026
વ્યાજ વટાવનો વ્યવસાય (Money Lending Business)
માંગીલાલની પોલ ત્યારે ખુલી જ્યારે પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે માત્ર ભીખ જ નહોતો માંગતો, પરંતુ ભીખમાં મળેલી રકમને સરાફા બજારના વેપારીઓને વ્યાજે (Interest) આપતો હતો. તે દરરોજ અથવા સાપ્તાહિક ધોરણે વ્યાજ વસૂલવા બજારમાં જતો હતો. લોકો તેની શારીરિક સ્થિતિ જોઈને સહાનુભૂતિપૂર્વક પૈસા આપતા હતા, જેનો ઉપયોગ તે સંપત્તિ વધારવામાં કરતો હતો.
તંત્રની કડક કાર્યવાહી (Administrative Action)
નોડલ ઓફિસર દિનેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, માંગીલાલ પાસે ભગત સિંહ નગર, શિવનગર અને અલવાસમાં મકાનો છે. ઈન્દોર પ્રશાસન દ્વારા ફેબ્રુઆરી 2024થી ચાલી રહેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં 6500 ભિક્ષુકઓ (6500 Beggars Identified) મળી આવ્યા છે. જેમાંથી 4500 લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Seema Anand Viral News : કોણ છે સીમા આનંદ? જેને Gen Z ગૂગલ પર સૌથી વધુ શોધી રહી છે


