ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રેમ પ્રકરણમાં ઇન્ફ્લુએન્ઝરનો Instagram પર લાઈવ આપઘાત, ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ઈન્સ્ટાગ્રામ પર લાઈવ-સ્ટ્રીમિંગ દરમિયાન 19 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરે આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝરે આવું કર્યું ત્યારે તેના ચાહકો તેને લાઈવ સ્ટ્રીમિંગ પર જોઈ રહ્યા હતા
05:46 PM Jan 03, 2025 IST | MIHIR PARMAR
ઈન્સ્ટાગ્રામ પર લાઈવ-સ્ટ્રીમિંગ દરમિયાન 19 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરે આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝરે આવું કર્યું ત્યારે તેના ચાહકો તેને લાઈવ સ્ટ્રીમિંગ પર જોઈ રહ્યા હતા
live streaming

Influencer Passes Away: છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ-સ્ટ્રીમિંગ દરમિયાન 19 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરે આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝરે આવું કર્યું ત્યારે તેના ચાહકો તેને લાઈવ સ્ટ્રીમિંગ પર જોઈ રહ્યા હતા અને તેને બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ તેઓ યુવતીને બચાવી શક્યા ન હતા.

સોશિયલ મીડિયા પરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ-સ્ટ્રીમિંગ દરમિયાન 19 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરે આત્મહત્યા કરી લીધી છે. યુવતીએ પહેલા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું અને પછી પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી.

ઇન્ફ્લુએન્ઝરે આત્મહત્યા કેમ કરી?

ઇન્ફ્લુએન્ઝરનું નામ અંકુર નાથ હોવાનું કહેવાય છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અંકુરે પોતાના જ ઘરના રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, પ્રેમમાં વિશ્વાસઘાતના કારણે અંકુરે આવું પગલું ભર્યું છે. યુવતીના પરિવારજનો પણ આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું માની રહ્યા છે. જો કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હવે આગળની તપાસમાં જ ખબર પડશે કે અંકુરે આત્મહત્યા કેમ કરી?

પોલીસે શું કહ્યું?

આ બાબતે વાત કરતા નવાગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી ભાસ્કર શર્માએ જણાવ્યું કે, આ ઘટના 29 ડિસેમ્બરે બની હતી, જ્યારે અંકુર નામની 19 વર્ષની યુવતીએ તેના ઘરના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું અને પછી પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના પરિવારની વાત કરીએ તો તેના માતા-પિતા હૈદરાબાદમાં મજૂરી કામ કરે છે.

આ પણ વાંચો :  62 વર્ષના પ્રોફેસરે યુવતીને કહ્યું આઇ લાઇક યું ડાર્લિંગ, ચાલ નવા વર્ષમાં સાથે એન્જોઇ કરીએ

બહેન સાથે રહેતી હતી અંકુર

તમને જણાવી દઈએ કે, અંકુર અહીં તેની બહેન સાથે રહેતી હતી. જ્યારે અંકુર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી ત્યારે તેના ચાહકો અને ગ્રામજનો તેને જોઈ રહ્યા હતા. તેઓએ આ અંગે યુવતીના પરિવારને પણ જાણ કરી હતી, પરંતુ લોકો અંકુરના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. જો કે, આ પછી પણ અંકુરને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

પોલીસ તપાસ કરી રહી છે

આ પછી, ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી અને પોલીસે મામલાની તપાસ શરૂ કરી. તમને જણાવી દઈએ કે, પોલીસે યુવતીનો ફોન પણ કબજે કર્યો છે. જેમાં, યુવતીના આપઘાતના પુરાવા હોઈ શકે છે. પોલીસની વધુ તપાસમાં બાદ જ યુવતીના આપઘાતનુ કારણ જાણવા મળશે. જો કે, પરિવારના નિવેદનના આધારે પ્રથમ દ્રષ્ટિએ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું જણાઈ રહ્યું છે, જેથી પોલીસ પણ તે આધારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :  માત્ર 10 મિનિટમાં Blinkit થી તમારા ઘર આંગણે Ambulance પહોંચશે

Tags :
Ankur Nathbetrayal in loveChhattisgarhFansGujarat FirstInfluencer Passes AwayInstagramInvestigationJanjgir Champa districtLive Streaminglove affairpoliceSocial Mediasuicidewatching
Next Article