NASA એ અંધકારમય અંતરિક્ષમાં રોશન થયેલા સ્વર્ગની તસવીર કરી રજૂ
nebula એ પૃથ્વીથી આશરે 3000 પ્રકાશ વર્ષ દૂર આવેલી છે
Black Widow Spider નો વિશાળ ભાગ જોવા મળે છે
કેન્દ્રમાં એક black Widow spider જોવા મળે છે
NASA's Red Spider Nebula : America ની વૈજ્ઞાનિક સંસ્થા NASA અવાર-નવાર અંતિરક્ષમાંથી વિવિધ માહિતીઓ જાહેર જનતા સુધી પહોંચાડે છે. NASA આ અંતરિક્ષને સલગ્ન માહિતીના ફોટો તથા વીડિયો પણ સામાન્ય નાગરિકોની સામે રજૂ કરે છે. જોકે આ ફોટો અને વીડિયો જોઈને એક સામાન્ય માણસ તરીકે આપણે અમુકવાર સ્તબ્ધ થઈ જતા હોઈએ છીએ. ત્યારે ફરી એકવાર NASA એ અંતરિક્ષમાંથી એક માહિતી જાહેર કરી છે.
nebula એ પૃથ્વીથી આશરે 3000 પ્રકાશ વર્ષ દૂર આવેલી છે
NASA એ Red Spider Nebula ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તો આ Red Spider Nebula ને planetary nebula તરીકે પણ ઓળખવામાં આવે છે. આ planetary nebula એ પૃથ્વીથી આશરે 3000 પ્રકાશ વર્ષ દૂર આવેલી છે. આ Red Spider Nebula એ અન્ય Nebula કરતા વધારે રસપ્રદ છે, કારણ કે... આ Red Spider Nebula માં તારાઓથી બનાવવામાં આવેલું Two Lobed Structure જોવા મળે છે. તો દરેક Nebula માં આ પ્રકાર સામાન્ય માનવામાં આવે છે.
આ પણ વાંચો: આ સમુદ્રી જીવ ખાવાથી વૃદ્ધ થશે યુવાન અને યુવાન થશે બાળક, વાંચો લેખ
View this post on Instagram
Black Widow Spider નો વિશાળ ભાગ જોવા મળે છે
કારણ કે... આ પ્રકારમાં બહારની સપાટી સપાટ નહીં, પરંતુ વિભાજિત સ્વરૂપે લહેરોની જેમ જોવા મળે છે. તો NASA આ Nebula ની તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં જણાવ્યું છે કે, planetary nebula ની આ તસવરીમાં ગર્મ ગેસની નારંગી જેવી તરંગો, એક Black Widow Spider નો વિશાળ ભાગ જોવા મળે છે. તે ઉપરાંત planetary nebula ના કેન્દ્રમાં સફેદ બિંદુઓ જોવા મળે છે. તો Red Spider Nebula ના વિશે વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, Nebula એ અંતરિક્ષમાં સૌથી ગર્મ વાતાવરણમાં આવેલા વિસ્તારમાં પોતાનું ઘર બનાવે છે. તે ઉપરાંત ચારેય બાજુથી દબાણ હોવાને કારણે 100 અરબ કિમી ઊંચી શોકવેવ્સ બને છે.
કેન્દ્રમાં એક black Widow spider જોવા મળે છે
planetary nebula ની આ તસવરીમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. તો planetary nebula ના કેન્દ્રમાં એક black Widow spider જોવા મળે છે. જે Nebula નું ઉત્પત્તિનું કારણ માનવામાં આવે છે. તો સોશિયલ મીડિયા પર NASA એ શેર કરેલી planetary nebula ની તસવીરને 6 લાખ લોકોએ પસંદ કરી છે. તે ઉપરાંત અંતરિક્ષ અને વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં વિવિધ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: Space માંથી મળી આવ્યો વધુ એક સુર્ય, વૈજ્ઞાનિકો ફસાયા ચક્રવ્યૂહમાં