પન્ના ટાઈગર રિઝર્વમાં વ્લોગ બનાવવો પડ્યો મોંઘો, સામે વાઘ આવી જતા ''હાલ થયા બેહાલ''
- વાઘને રૂબરૂ જોવા જતા સાક્ષાત મોત સામે આવી ગયું
- વાયરલ વીડિયોને મળ્યા છે 31 લાખથી વધુ વ્યૂઝ
- અવધિ ભાષામાં આ વીડિયો લોકોને આવી રહ્યો છે ખૂબ પસંદ
Ahmedabad: વાઘને સાક્ષાત સામે જોઈને કોઈપણ ડરી જાય પરંતુ જો વાઘ પાછળ પડે તો શું થાય ? આવું જ કંઈક બન્યું છે મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા ગયેલા એક વ્યક્તિ સાથે. જ્યારે તે સફારી જીપમાં સવારી કરી રહ્યો હતો ત્યારે એક વાઘ તેના સામે આવે છે. વાઘને જોઈને તે પોતાના હોશ ગુમાવી દે છે અને ડ્રાઈવરને જીપ ફાસ્ટ ચલાવવાનું કહે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેને 31 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
આ વાયરલ વીડિયોમાં, સેંક્ચ્યુરી સફારીનો આનંદ માણવા માટે આવેલો પ્રવાસી તેની પાછળ દેખાતા વાઘને રેકોર્ડ કરી રહ્યો છે. આ દરમિયાન, તેને ખ્યાલ આવે છે કે તેની જીપ આગળ વધી રહી નથી, આ સ્થિતિમાં, તે ડરી જાય છે અને કહે છે, 'જલ્દી ચલાવો.....જલ્દી ચલાવો'. જો કે આ પ્રવાસી અવધિ ભાષામાં બોલતો હોવાથી આ વીડિયોની મજા અનેક ગણી વધી જાય છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Fast Tomato Cutter: અત્યંત ચપળતાથી ટામેટા કાપતા માણસનો વીડિયો જોઈ નેટિઝન્સ ચોંકી ગયા
રંગ બે રંગી કોમેન્ટ્સઃ
પન્ના ટાઈગર રિઝર્વમાં વાઘને જોઈને ડરી ગયેલા એક વ્યક્તિના આ વીડિયો પર યુઝર્સ રંગ બે રંગી અને અતરંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ડ્રાઈવરનું વાઘ સાથે સેટિંગ છે, ગભરાશો નહીં. બીજા એક યુઝરે લખ્યું કે, તેના ચહેરા પરનું સ્માઈલ નકલી છે, ભાઈ અંદરથી ડરી રહ્યો છે. ત્રીજા એક યુઝરે સંભાવના વ્યક્ત કરતા લખ્યું કે, આ સ્થિતિમાં જો જીપ બગડી જાય તો..... ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને અત્યાર સુધીમાં 31 લાખથી વધુ વ્યૂઝ અને 71 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે પોસ્ટ પર 3 હજારથી વધુ કોમેન્ટ્સ પણ મળી છે.
આ પણ વાંચોઃ World’s Most Expensive Dog : બેંગ્લોરના વ્યક્તિએ રૂ. 50 કરોડમાં ખરીદ્યો દુનિયાનો સૌથી મોંઘો Wolfdog