Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"ચોર છે કે જળચર પ્રાણી? ધરપકડથી બચવા 5 કલાક પાણીમાં છુપાયો, શ્વાસ લેવા માટે કર્યો આવો જુગાડ!"

મધ્યપ્રદેશના જબલપુરમાં (Jabalpur) ધરપકડથી બચવા માટે એક શાતિર ચોરે (Thief) ફિલ્મી ડ્રામા કર્યો હતો. ટ્રેનમાં ચોરીમાં નિષ્ફળ ગયા બાદ પોલીસે પીછો કરતા આરોપી હરવિંદર સિંહ તળાવમાં કૂદી પડ્યો હતો. તેણે કમળની દાંડી દ્વારા શ્વાસ લઈ 5 કલાક સુધી પાણીમાં છુપાઈ રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ RPF એ તેને ઝડપી પાડ્યો હતો. આ રીઢા ગુનેગાર પર 21 થી વધુ કેસ નોંધાયેલા છે.
 ચોર છે કે જળચર પ્રાણી  ધરપકડથી બચવા 5 કલાક પાણીમાં છુપાયો  શ્વાસ લેવા માટે કર્યો આવો જુગાડ
Advertisement
  • Thife Hiding In Pond : ધરપકડથી બચવા ચોર 5 કલાક તળાવમાં છુપાયો!
  • કમળની દાંડીને પાઈપ બનાવી પાણીની અંદર લેતો હતો શ્વાસ
  • મધ્યપ્રદેશના જબલપુરમાં રીવા-ઈતવારી ટ્રેનમાં કરી હતી ચોરી
  • આંતરરાજ્ય રીઢા ગુનેગાર હરવિંદર સિંહ પર 21થી વધુ કેસ દાખલ
  • વિશાખાપટ્ટનમમાં ટ્રેનમાંથી 70 લાખના હીરાની ચોરીમાં પણ હતો સામેલ
  • RPF અને ડાઇવર્સની ટીમે સર્ચ ઓપરેશન ચલાવી શાતિર ચોરને દબોચ્યો

મધ્યપ્રદેશના જબલપુરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને તમે પણ કહેશો - "આ તો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું છે!" ધરપકડથી બચવા માટે એક શાતિર ચોરે (Thief) એવો જુગાડ અજમાવ્યો કે પોલીસ અને મરજીવાઓ પણ ચકિત રહી ગયા.

Thife Hiding In Pond : ટ્રેનમાંથી છલાંગ અને તળાવમાં એન્ટ્રી

ઘટનાની શરૂઆત થઈ રીવા-ઈતવારી ટ્રેનથી. બિજનૌરના રીઢા ગુનેગાર હરવિંદર સિંહે (Harvinder Singh) એક મહિલાનું પર્સ ચોરવાનો પ્રયાસ કર્યો. જોકે, મુસાફરો જાગી જતાં અને પોલીસ પાછળ પડતા હરવિંદર ટ્રેનમાંથી કૂદી પડ્યો અને નજીકના એક ઘટાદાર તળાવમાં (Pond) ઝંપલાવ્યું.

Advertisement

Advertisement

Thife Hiding In Pond : કમળની દાંડીનો અનોખો 'જુગાડ'

સામાન્ય રીતે કોઈ પાણીમાં પડે તો થોડી મિનિટોમાં બહાર આવે, પણ હરવિંદર તો જાણે અદ્રશ્ય થઈ ગયો! તેણે ધરપકડ ટાળવા માટે અદભૂત યુક્તિ અજમાવી:

  • તેણે પાણીની સપાટી પર તરતી કમળની દાંડી (Lotus Stalk) તોડી.

  • દાંડીને પાઈપની જેમ મોઢામાં રાખી અને તેનો બીજો છેડો પાણીની બહાર રાખ્યો.

  • આ રીતે તે સતત 5 કલાક સુધી ઠંડા પાણીની અંદર છુપાઈને શ્વાસ લેતો રહ્યો!

 સર્ચ ઓપરેશન અને પર્દાફાશ

RPF અને સ્થાનિક પોલીસને શંકા ગઈ કે ચોર બહાર નથી નીકળ્યો તો અંદર જ હશે. મરજીવાઓ (Divers) ની ટીમે તળાવ ખૂંદી વળ્યું. અંતે, કમળના પાંદડાઓ વચ્ચે છુપાયેલી એક નાની દાંડી હલતી જોઈ પોલીસને શંકા ગઈ અને હરવિંદરનો પાંચ કલાકનો ખેલ ખતમ થયો.

 21 કેસ અને 70 લાખના હીરાનું કનેક્શન

આ કોઈ સામાન્ય ચોર નથી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે:

  1. હરવિંદર પર MP, મહારાષ્ટ્ર અને કેરળ સહિત અનેક રાજ્યોમાં 21 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે.

  2. વર્ષ 2017માં તેણે ટ્રેનમાંથી 70 લાખના હીરા (Diamonds) ની ચોરી કરી સનસનાટી મચાવી હતી.

  3. CCTV અને ડિજિટલ સર્વેલન્સથી બચવા તે હવે રિઝર્વેશન વગર મુસાફરી કરતો હતો.

આ પણ વાંચો : Jessica Cox Pilot Story : શું બંને હાથ વગર વિમાન ઉડાવી શકાય? જાણો આ મહિલા વિશે જેને અશક્યને શક્ય બનાવી દીધુ

Tags :
Advertisement

.

×