પ્રેમી પંખીડાને તાલિબાની સજા! પ્રેમીને ઈંટ વડે અને યુવતીના વાળ પકડીને...
- Bihar માં પ્રેમી જોડાને 10 થી 12 લોકોએ ઢોર માર માર્યો
- નિર્દય યુવકો યુવતીને વાળ પકડીને જમીન ઉપર પણ પછાડે
- લાખવાર પ્રેમી-પ્રેમિકા પોતાની મદદ માટે ગુહાર લગાવે છે
Bihar jamui couple viral video : આ આધુનિક યુગમાં પણ સમાજ પ્રેમી-પ્રેમિકાનો દુશ્મન બનીને બેઠો છે. ભારતમાં આદી-અનાદીથી પ્રેમી જોડાને અત્યાચાર અને અપમાનોના ઘુંટડા પીવા પડે છે. ભારતમાં એવા અનેક કિસ્સાઓ છે, જેમાં પ્રેમી અને પ્રેમિકાને સમાજ દ્વારા જીવતે જીવને મોતનો અનુભવ કરાવ્યો હોય. ત્યારે આવો જ એક કિસ્સો Bihar માંથી તાજેતરમાં સામે આવ્યો છે. આ ઘટનામાં એક યુગલને સરાજાહેર અમુક યુવાનો દ્વારા ઢોર મારવામાં આવે છે. જોકે આ ઘટનાનો એક Video પણ Social Media ઉપર Viral થઈ રહ્યો છે. ત્યારે આ Video દરેક ભારતીયનું પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે.
Bihar માં પ્રેમી જોડાને 10 થી 12 લોકોએ ઢોર માર માર્યો
Bihar ના જમુઈમાં આવેલા ટાઉન વિસ્તારમાં આવેલા દૌલતપુર વિસ્તારની આ ઘટના છે. તે ઉપરાંત આ ઘટનાનો જ્યારે Social Media ઉપર Video શેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ Video પોલીસની નજરે પણ આવ્યો હતો. તો સ્થાનિક પોલીસ દ્વારા આ Video ને લઈ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કવાયત હાથ ધરી છે. જોકે આ ઘટના આશરે એક સપ્તાહ પહેલાની હોવાની પોલીસ દ્વારા માહિતી મળી છે. ત્યારે આ Video માં જોવા મળતી યુવતીએ ઉઝંડી વિસ્તારની રહેવાસી છે. તો યુવકે તાલાબ વિસ્તારનો રહેવાસી છે. ખાસ વાત એ છે કે બંને સગીર વયના છે.
આ પણ વાંચો: જીવનમાં મજબૂત મનોબળ અને હિંમત ખુટતી હોય, તો આ Delivery Boy ને જોઈ લેજો
लड़की का खींचा बाल और लड़के को मारा समूचे ईंट से.. प्यार करने की तालिबानी सजा! pic.twitter.com/QD3NR7fRB7
— Mohammad Altaf Ali (@MdAltafAli15) October 26, 2024
નિર્દય યુવકો યુવતીને વાળ પકડીને જમીન ઉપર પણ પછાડે
Viral થઈ રહેલા આ Video માં જોઈ શકાય છે કે, યુવક અને યુવતી એક પહાડી ઉપર અંગત પણોને માણી રહ્યા હતા. ત્યારે અમુક લોકો ત્યાં આવી જાય છે. જોકે આશરે 10 થી 12 લોકો એકસાથે આ યુગલની પાસે આવે છે. અને તેમની સાથે ઉગ્રબોલાચાલી કરે છે. ત્યારબાદ આ તમામ લોકો યુગલ સાથે મારપીટને અંજામ આપે છે. અનેક યુવકો એક પછી એક યુવકને ઢોર માર મારી રહ્યા છે. તે ઉપરાંત તેને ઈંટ વડે પણ મારે છે. બીજી તરફ જ્યારે યુવતી તેના પ્રેમીને બચાવવા માટે આગળ આવે છે.
લાખવાર પ્રેમી-પ્રેમિકા પોતાની મદદ માટે ગુહાર લગાવે છે
ત્યારે આ યુવકો પૈકી બે યુવકો યુવતીના વાળ પકડીને તેને પ્રેમીની પાસે જતા અટકાવે છે. તો કેટેલીકવાર આ નિર્દય યુવકો યુવતીને વાળ પકડીને જમીન ઉપર પણ પછાડે છે. આ સમગ્ર ઘટનામાં લાખવાર પ્રેમી-પ્રેમિકા પોતાની મદદ માટે ગુહાર લગાવે છે. પરંતુ તેમની મદદ માટે કોઈ આગળ આવતું નથી. કારણ કે... અમુક યુવકો માત્ર આ ઘટનાનો Video બનાવવામાં વ્યસ્ત છે. તો બીજા લોકો માનવાતા ઉપર લાછંન લગાવીને આ ઘટનાના દર્શકો બનીને ત્યાં ઉભા રહેલા છે. ત્યારે આ સમગ્ર ઘટના અંગે Police એ ફરિયાદન નોંધી આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: 12 માં ભણતી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવીને કરી આત્મહત્યા, જુઓ Video