બહેનની Surgery માટે મદદ માગી હતી
મામલાની શરૂઆત X પર કરવામાં આવેલી એક ઇમોશનલ ફંડરેઇઝિંગ પોસ્ટ (Fundraising Post)થી થઈ હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુઝરની નાની બહેનને આંખની ગંભીર સમસ્યા છે અને તેની સર્જરી માટે પૈસાની જરૂર છે. સોશિયલ મીડિયા યુઝર્સે મદદ કરતાં ટૂંકા સમયમાં ₹1.5 લાખથી વધુ રકમ એકત્ર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ કેટલાક યુઝર્સે પોસ્ટ સાથે શેર કરાયેલા પ્રિસ્ક્રિપ્શન (Prescription), હોસ્પિટલના દસ્તાવેજો અને અન્ય વિગતોમાં કથિત વિસંગતતાઓ દર્શાવી હતી. ત્યારથી Fundraiserની વિશ્વસનીયતા અંગે સવાલો ઊઠવા લાગ્યા.
Shroff Eye Centreએ આપ્યું સ્પષ્ટીકરણ
વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે દિલ્હી સ્થિત શ્રોફ આઈ સેન્ટર (Shroff Eye Centre)એ પોતાના નામે ફરતા કેટલાક દસ્તાવેજો અંગે જાહેર ચેતવણી આપી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર તેમના લેટરહેડ (Letterhead)નો ઉપયોગ કરીને કથિત રીતે નકલી દર્દીની વિગતો, પ્રિસ્ક્રિપ્શન અને ટ્રીટમેન્ટ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેના આધારે આર્થિક મદદ માગવામાં આવી રહી હતી. હોસ્પિટલે લોકોને આવા દસ્તાવેજોથી સાવધાન રહેવા જણાવ્યું.
X Spacesમાં બદલાઈ વાત
મામલો વાયરલ થયા બાદ જય સિંહ રાઠોડ X Spacesમાં લોકોના સવાલોના જવાબ આપવા આવ્યો હતો. અહેવાલો મુજબ ચર્ચા દરમિયાન તે ભાવુક થયો અને પોતાની ભૂલ સ્વીકાર્યાની વાત સામે આવી. તેણે મૂળ પોસ્ટમાં બહેન માટે પૈસા માગ્યા હોવા છતાં બાદમાં પૈસા પોતાના બીમાર પિતાની જરૂરિયાત માટે હોવાનું કહ્યું. કેટલાક અહેવાલોમાં તેણે અલગ અલગ સમયે જુદી સ્પષ્ટતા કરી હોવાનો પણ ઉલ્લેખ છે.
Refundના Screenshots પણ આવ્યા સામે
નારાજ દાનદાતાઓ (Donors)એ પૈસા પરત કરવાની માગ કરતાં સોશિયલ મીડિયા પર કેટલાક Refund Screenshots પણ શેર થયા. એક યુઝરે બેંક એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કરીને બેલેન્સ ₹1.58 લાખથી ઘટીને આશરે ₹1.38 લાખ થયાનું દર્શાવ્યું હતું. જોકે માત્ર બેલેન્સમાં ઘટાડાથી આ રકમ ખરેખર દાનદાતાઓને જ પરત કરવામાં આવી હતી તે સ્વતંત્ર રીતે સાબિત થતું નથી.
@Raniisaa_ પર પણ ઉઠ્યા સવાલ
મૂળ ફંડરેઇઝિંગ પોસ્ટને આગળ વધારનાર X યુઝર @Raniisaa_ અંગે પણ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે શંકા વ્યક્ત કરી હતી. જોકે તેમણે જાહેર પોસ્ટ દ્વારા આ સમગ્ર મામલા સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો અને જય સિંહ રાઠોડ સાથે કોઈ જોડાણ ન હોવાનું જણાવ્યું. હાલ સોશિયલ મીડિયા પર અનેક દાવા, સ્ક્રીનશોટ અને ચર્ચાઓ ચાલી રહી છે. હોસ્પિટલની ચેતવણી જાહેર છે, પરંતુ રિફંડ સહિતના કેટલાક વાયરલ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો : Panipuri in Uganda : યુગાન્ડાની ગલીઓમાં દેશી સ્વાદ, આફ્રિકન યુવકને પાણીપુરી વેચતો જોઈ યુઝર્સ બોલ્યા - 'મોજ પડી ગઈ!'