જેટમાં જો હવાની અંદર ઈંઘણ સમાપ્ત થઈ જાય, તો આવી રીતે ઈંઘણ ભરાય છે
- હવે પ્લેનમાં ફ્લાઈંગ દરમિયાન Fuel ભરી શકાય
- વર્ષ 2021 માં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો
- આ વીડિયો @wonderofscience દ્વારા શેર કરવામાં આવ્યો
Jets refuel in midair : આ આધુનિક યુગમાં વિશ્વમાં વિજ્ઞાન દરરોજ પ્રગતિ કરી રહ્યું છે. જે વસ્તુઓ વિશે પહેલા વિચારવું પણ મુશ્કેલ હતું તે આજે આપણા રોજિંદા જીવનનો એક અગત્ય ભાગ બની ગઈ છે. તેના અંતર્ગત મોબાઈલ પર વાત કરવી હોય, કોમ્પ્યુટર પર કામ કરવું હોય કે વિમાનમાં મુસાફરી કરવી હોય. ટેક્નોલોજીના વિકાસની સાથે આપણે તેના વિશે વધુને વધુ જાણવા માંગીએ છીએ.
હવે પ્લેનમાં ફ્લાઈંગ દરમિયાન Fuel ભરી શકાય
જો તમે પણ આવી વસ્તુઓ વિશે ઉત્સુક છો, તો ક્યારે પણ તમે વિચાર્યું હશે કે જો ઉડતા વિમાનમાં Fuel સમાપ્ત થાઈ જાય, તો તે કેવી રીતે ભરી શકાશે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હવે પ્લેનમાં માત્ર રિઝર્વ Fuel નથી, એક એવી સુવિધા પણ છે જેના દ્વારા ફ્લાઈંગ પ્લેનમાં જ Fuel ભરી શકાય છે. ત્યારે આવી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પ્રાચીન ગ્રંથોમાં સમુદ્રી રાક્ષસ કહેવાતી અપશુકન માછલી મળી આવી, જુઓ વીડિયો
This is how jets refuel in midair.pic.twitter.com/yJR11vfsR5
— Wonder of Science (@wonderofscience) September 19, 2024
વર્ષ 2021 માં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો
તો આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક Jet હવામાં ઉડી રહ્યું છે. તે દરમિયાન તેમાંથી એક પાઈપ બહાર આવે છે. જેમાં સક્શન વાલ્વ હોય છે. તે જ રીતે તે બીજા વિમાનની નજીક આવે છે અને બીજી પાઈપ સાથે જોડાય જાય છે. આ રીતે તેમની વચ્ચે Fuelની આપ-લે થાય છે. જોકે આ નજારો કોઈને પણ ચોંકાવી દેશે. તમને જણાવી દઈએ કે વિશ્વમાં પહેલીવાર વર્ષ 2021 માં ફ્લાઈટ દરમિયાન Fuel ભરવાનો મામલો સામે આવ્યો હતો.અમેરિકન નેવીએ માનવરહિત ડ્રોન MQ-25 T1 દ્વારા નૌકાદળના વિમાન F/A-18 સુપર હોર્નેટનું રિફ્યુઅલિંગ કર્યું હતું.
આ વીડિયો @wonderofscience દ્વારા શેર કરવામાં આવ્યો
આ ટેક્નોલોજીની મદદથી યુદ્ધ દરમિયાન Fuel ભરવા માટે Jet ને વારંવાર કેરિયર પર ઉતરવું નહીં પડે અને દુર્ઘટનાની શક્યતાઓ ઘટી જશે.તો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @wonderofscience એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ નિહાળ્યો છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે.તે ઉપરાંત આ વીડિયોના કોમન્ટ સેક્શનમા અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા જણાવી છે. મોટાભાગના લોકોએ આ વીડિયોમાં જોવા મળતી કરામતની તારીફ કરી છે.
આ પણ વાંચો: Dubai Aquarium માં ભારતીય પત્રકારની શરમજનક હરકત, જલપરીને Kiss....