જીગ્નેશ કવિરાજે હાર્દિક પંડ્યા સાથે માણી મોજ....ફોટો-વીડિયો થયા વાયરલ
- જીગ્નેશ કવિરાજે સપરિવાર લીધી હાર્દિક પંડ્યાની મુલાકાત
- આ મુલાકાતના ફોટોઝ અને વીડિયો થયા વાયરલ
- બંને જણાએ માણી હળવી પળો
Ahmedabad: હાર્દિક પંડ્યા અત્યારે આઈપીએલની મેચ માટે અમદાવાદમાં છે. આ સ્ટાર ક્રિકેટરની મુલાકાત ગુજરાતના લોક કલાકાર જીગ્નેશ કવિરાજે લીધી હતી. જીગ્નેશ કવિરાજ સહ પરિવાર હાર્દિક પંડ્યાને મળવા માટે હોટલમાં આવ્યા હતા. આ મુલાકાતમાં જીગ્નેશ કવિરાજ અને હાર્દિક પંડ્યા હળવી પળો માણતા જણાય છે.
આ પણ વાંચોઃ IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો
મોજીલી મુલાકાત થઈ વાયરલ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે. જેને લઈને હાલમાં તે અમદાવાદમાં છે. ત્યારે ફેમસ ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજ તેમના પરિવાર સાથે હાર્દિક પંડ્યાને હોટલમાં મળવા માટે પહોંચ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
Instagram પર બંનેએ એકબીજાને કર્યા ફોલો
હાર્દિક પંડ્યાને મળવા જીગ્નેશ કવિરાજ સપરિવાર હોટલે પહોંચ્યા હતા. આ મુલાકાતમાં બંને જણાએ ગુજરાતીમાં વાતો કરી હતી. આ મુલાકાતના વીડિયોમાં જીગ્નેશ કવિરાજે પોતાના પુત્રને હાર્દિક પંડ્યાનું અભિવાદન કરવાનું કહે છે. આ વીડિયો હાર્દિક પંડ્યા અને જીગ્નેશ કવિરાજ બંનેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ CSK vs RCB : ધોનીનો ફિનિશિંગ ટચ ક્યાં ખોવાઈ ગયો?