Junagadh ના ગીર જંગલની અદ્ભૂત ઘટના: રૂંવાડા ઉભા કરી દેતાં રેર ઓફ ધ રેર દ્રશ્યો કેમેરામાં થયા કેદ
- Junagadh ના ગીર જંગલની અદ્ભૂત ઘટના આવી સામે
- સફારી દરમિયાન બે સિંહે કર્યો ગાયનો શિકાર
- પ્રવાસીઓની નજર સામે જ જોયો ગાયનો શિકાર
Junagadh: જૂનાગઢના સાસણ ગીર (Sasan Gir) જંગલમાંથી કુદરતની એક અદ્ભૂત અને થ્રિલર ઘટના સામે આવી છે. જંગલ સફારી (Jungle Safari) કરી રહેલા પ્રવાસીઓની જીપ્સીની પાછળ જ એક સિંહણ ચાલી રહી હતી. ત્યારે અચાનક જ સામે આવેલી ગાય પર સિંહણે પલકવારમાં તરાપ મારી હતી. પ્રવાસીઓની નજર સામે જ સિંહણે શિકાર દબોચી લેતા વાતાવરણમાં ડર વ્યાપી ગયો હતો. જંગલના આ રૌદ્ર સ્વરૂપને જોઈને પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
Junagadh: પ્રવાસીઓએ ઘટનાને કેમેરામાં કેદ કરી
આ ઘટનામાં સિંહણની ચપળતા (Agility) જોવા જેવી હતી. સિંહણે ગાય પર હુમલો કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ અન્ય એક સિંહ પણ ત્યાં પહોંચી ગયો હતો અને તે પણ ગાય પર તૂટી પડ્યો હતો. પ્રવાસીઓએ આ આખી ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. શિકાર કરવાની સિંહોની આ શૈલી જોઈને સફારી કરી રહેલા લોકો અચંબિત થઈ ગયા હતા. સાસણ ગીરના ઈતિહાસમાં આવી લાઈવ હંટિંગની ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આ શિકારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર અત્યંત ચર્ચાસ્પદ બન્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સિંહોની તાકાત અને શિકાર કરવાની આવડત સ્પષ્ટપણે જોઈ શકાય છે. પ્રવાસીઓ માટે આ અનુભવ જીવનભરનું સંભારણું બની ગયો છે.
Gir forest lion hunt video: જૂનાગઢના ગીર જંગલની અદભૂત ઘટના આવી સામે
સફારી દરમિયાન સિંહોએ કર્યો ગાયનો શિકાર
પ્રવાસીઓની નજર સામે જ જોયો ગાયનો શિકાર
સિંહણે પલકવારમાં ગાય પર કરી જોરદાર તરાપ
જીપ્સી પાસે જ સિંહણે શિકારને દબોચી લીધો
થ્રિલર દ્રશ્યો પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કર્યા કેદ… pic.twitter.com/h88PwHpLcj— Gujarat First (@GujaratFirst) May 12, 2026
સામાન્ય રીતે જંગલમાં સિંહો આરામ કરતા જોવા મળતા હોય છે, પરંતુ આ રીતે પ્રવાસીઓની હાજરીમાં જ શિકાર કરવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જગાવ્યું છે. ઉલ્લેખનયી છે કે જંગલી જાનવરો ક્યારે આક્રમક બને તે નક્કી હોતું નથી, તેથી અંતર જાળવવું અત્યંત અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ Bhavnagar: પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો, વીડિયો વાયરલ


