ના ભારત, ના અમેરિકા... આ દેશના લોકો સૌથી વધુ સ્નાન કરે છે; જાણો કેમ?
- Brazil ના લોકો ખાસ કરીને સ્વચ્છતા પ્રત્યે સભાન છે
- 99% લોકો દર અઠવાડિયે માત્ર પાણી વડે સ્નાન કરે છે
- લોકો Showerમાં સરેરાશ 10.3 મિનિટ વિતાવે છે
Kantar Worldpanel Baths Report : સામાન્ય રીતે આપણે ગમે તેટલો થાક અનુભવતા હોય, ત્યારે સ્નાન અથવા ઊંઘ લઈને થાકને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મોટભાગે આપણે સ્નાન કરીને થાક ઓગાળતા હોઈએ છીએ. તો સવારે ઉઠીને પણ દરેક લોકો સ્નાન કરીને દિનચર્યાની શરૂઆત કરતા હોય છે. પરંતુ તાજેતરમાં એક એવો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કયા દેશમાં સૌથી વધુ લોકો સ્નાન કરે છે. તે સામે આવ્યું છે.
Brazil ના લોકો ખાસ કરીને સ્વચ્છતા પ્રત્યે સભાન છે
Kantar Worldpanel ના સંશોધન મુજબ Brazil માં લોકો દર અઠવાડિયે સરેરાશ 14 વાર સ્નાન કરે છે, જે વૈશ્વિક સરેરાશ (અઠવાડિયામાં 5 વખત) કરતાં ઘણું વધારે છે. Britain માં આ આંકડો માત્ર 6 ગણો છે, જે Brazil કરતા અડધો છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે Brazil ના લોકો ખાસ કરીને સ્વચ્છતા પ્રત્યે સભાન છે. પરંતુ તેનું વાસ્તવિક કારણ આબોહવા છે, જે ગરમીથી પ્રભાવિત છે.
આ પણ વાંચો: લો બોલો, ચોરો કર્મચારી તરીકે કામ કરશે, પગાર સાથે આ વિવિધ સુવિધા
99% લોકો દર અઠવાડિયે માત્ર પાણી વડે સ્નાન કરે છે
Brazil નું સરેરાશ વાર્ષિક તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ છે. જે લોકોને વારંવાર Shower લેવા માટે પ્રેરિત કરે છે. અહીં સતત ગરમીના કારણે સ્નાન કરવું એ રોજની આદત બની ગઈ છે. તો Britain જેવા ઠંડા દેશોમાં સરેરાશ તાપમાન માત્ર 9.3 ડિગ્રી સેલ્સિયસ છે. જેના કારણે ત્યાંના લોકો ઓછું સ્નાન કરે છે. Brazil માં 99% લોકો દર અઠવાડિયે માત્ર પાણી વડે Shower કરે છે, જ્યારે માત્ર 7% લોકો સ્નાન કરવાનું પસંદ કરે છે.
લોકો Showerમાં સરેરાશ 10.3 મિનિટ વિતાવે છે
આ આંકડો દર્શાવે છે કે સ્નાન કરવું એ માત્ર સ્વચ્છતાની આદત જ નહીં, પણ સાંસ્કૃતિક પરંપરા બની ગઈ છે. અહીં સ્વચ્છતા કરતાં સ્નાન કરવાનો રિવાજ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. Brazil માં લોકો Shower માં સરેરાશ 10.3 મિનિટ વિતાવે છે, જે યુએસમાં 9.9 મિનિટ અને યુકેમાં 9.6 મિનિટ કરતાં થોડો વધારે છે. આ તફાવત માત્ર સ્વચ્છતા સાથે સંબંધિત નથી. પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને આબોહવાનો પ્રભાવ પણ દર્શાવે છે. Brazil માં સ્નાન એ માત્ર સ્વચ્છતાની આદત નથી, પરંતુ જીવનશૈલીનો એક ભાગ બની ગઈ છે.
આ પણ વાંચો: દીકરાએ માતાના બલિદાનનું ઋણ અનોખી રીતે ચૂકવ્યું, જુઓ Video