"Lamborghini માં આવજો અને રસ્તા પર ઝાડુ મારજો!" જાણો કેમ Karnataka High Court એ આપ્યો આવો આદેશ?
- Karnataka Lamborghini Case માં યુવકે હવે કરવી પડશે 'સમાજ સેવા'
- "કારમાં આવજો અને રસ્તા પર ઝાડુ મારજો" – જસ્ટિસ નાગપ્રસન્નાનો કટાક્ષ
- મોડિફાઈડ સાઈલેન્સર અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ નોંધાઈ હતી FIR
- શાળાના બાળકોને ટ્રાફિક નિયમો ભણાવવાના વકીલના પ્રસ્તાવ પર જજની ચુટકી
- સમાજ સેવા કરવાની શરતે ગુનાહિત કેસ રદ કરવા હાઈકોર્ટ સહમત
Karnataka Lamborghini Case : કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) તાજેતરમાં બેદરકારી અને જોખમી રીતે ગાડી ચલાવવાના (Rash and Negligent Driving) એક કેસમાં અત્યંત રમૂજી છતાં કડક સંદેશ આપતો ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે એક લીલા રંગની લેમ્બોર્ગિની (Green Lamborghini) કારના માલિક વિરુદ્ધ નોંધાયેલા ગુનાહિત કેસને રદ કરવાની તૈયારી બતાવી છે, પરંતુ તેના માટે એક કઠિન શરત મૂકી છે. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની (Justice M. Nagaprasanna) બેન્ચે આરોપી ચિરંત બી.આર.ની અરજી પર સુનાવણી દરમિયાન તેને 'સમાજ સેવા' (Social Service) કરવાનો આદેશ આપ્યો છે.
Karnataka Lamborghini Case : કશું હતો સમગ્ર વિવાદ?
આ ઘટના ડિસેમ્બર 2025ની છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આરોપી ચિરંત પોતાની લેમ્બોર્ગિની કારને રસ્તા પર જોખમી રીતે દોડાવી રહ્યો હતો. આ કારમાં કંપનીના સાઈલેન્સર સિવાય અલગથી વધારે અવાજ કરતું મોડિફાઈડ સાઈલેન્સર (Modified Silencer) લગાવેલું હતું. પોલીસે તેને પકડ્યા બાદ દંડ વસૂલ્યો હતો, પરંતુ સાઈલેન્સર ન બદલાતા કુંગેરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. આ કેસ રદ કરાવવા માટે આરોપીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
Traffic Police have registered an FIR against the driver of a green Lamborghini Huracan after a video of the luxury supercar recklessly weaving through traffic on #MysuruRoad near #Kengeri went viral on social media.
The footage showed the high-end sports car speeding at high… https://t.co/RzuiwHwbxU pic.twitter.com/sHOtibYo2c
— Hate Detector 🔍 (@HateDetectors) January 21, 2026
કોર્ટમાં રસપ્રદ દલીલો
સુનાવણી દરમિયાન આરોપીના વકીલે દલીલ કરી હતી કે તેને કારણ વગર ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. આ સાંભળીને જસ્ટિસ નાગપ્રસન્નાએ કટાક્ષ કર્યો હતો કે, "તમે તમારી લેમ્બોર્ગિનીમાં જજો, રસ્તા પર ઝાડુ મારજો (Sweeping the streets) અને પછી તમારી વૈભવી કારમાં પાછા આવજો." જ્યારે વકીલે સૂચન કર્યું કે આરોપી બાળકોને ટ્રાફિક સિગ્નલ વિશે ભણાવશે, ત્યારે જજે હસતા હસતા કહ્યું કે, "એટલે કે જેણે પોતે નિયમો તોડ્યા છે તે હવે બાળકોને શીખવશે કે નિયમ કેવી રીતે તોડાય?"
હાઈકોર્ટનો ચુકાદો
સરકારી વકીલે પણ આ વાતનું સમર્થન કર્યું કે સજા એવી હોવી જોઈએ જે ગુના સાથે સીધો સંબંધ ધરાવતી હોય. હાઈકોર્ટે (High Court) અંતે સ્પષ્ટ કર્યું કે એફઆઈઆર રદ કરવામાં આવશે, પરંતુ આરોપીએ કયા પ્રકારની અને કેટલા સમય સુધી સમાજ સેવા કરવી પડશે તેની વિગતો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. આ ચુકાદો (Judgement) રસ્તા પર સ્ટંટબાજી કરતા નબીરાઓ માટે લાલબત્તી સમાન છે.
આ પણ વાંચો : Foreign Tourist ને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળતા સુખદ આશ્ચર્ય !


