Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Karnataka : ચાલતી ટ્રેન પકડવા ભાગ્યા કાકા અને પછી...!

રેલવે વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માત્ર ટ્રેનોનું સંચાલન જ નથી કરતા, પરંતુ સમય આવ્યે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડે છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના 13 ડિસેમ્બર 2025 ના રોજ પાંડવપુરા રેલવે સ્ટેશન પર બની હતી, જ્યાં સ્ટેશન માસ્ટર શ્રી અભિજિત સિંઘની સતર્કતાને કારણે એક માસૂમ મુસાફરનો જીવ બચી ગયો હતો.
karnataka   ચાલતી ટ્રેન પકડવા ભાગ્યા કાકા અને પછી
Advertisement
  • કર્ણાટકના પાંડવપુરામાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફર લપસ્યા
  • મુસાફરને ટ્રેનની નીચે આવી જતા જોઇને સ્ટેશન માસ્ટર દોડ્યા
  • દેવદૂત બનીને આવેલા સ્ટેશન માસ્ટતે જીવ બચાવ્યો
  • રેલવે વિભાગ દ્વારા કર્મચારીની બહાદુરીની સરાહના કરવામાં આવી

Pandavapura Railway Station Viral Video : કર્ણાટકના પાંડવપુરા સ્ટેશન પર એક મુસાફર એક જીવલેણ અકસ્માતમાં બચાવી લેવાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ટ્રેન નંબર 16219 નજીક બની હતી, મુસાફર ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, દરમિયાન લપસીને ટ્રેનની નીચે આવી જવાની તૈયારીમાં હતો, જો કે, સ્ટેશન પર હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

જીવલેણ જગ્યામાં ફસાઈ ગયો

શનિવારના રોજ ટ્રેન નંબર 16219 પાંડવપુરા સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક મુસાફર ચાલતી ટ્રેનમાં ચડવા અથવા ઉતરવાના પ્રયાસમાં પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો અને ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેની જીવલેણ જગ્યામાં ફસાઈ ગયો હતો. ક્ષણભરની પણ વિલંબ થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી.

Advertisement

સુરક્ષિત બહાર કાઢી લીધો

પ્લેટફોર્મ પર ફરજ પર હાજર સ્ટેશન માસ્ટર અભિજિત સિંઘની નજર આ મુસાફર પર પડી હતી. પોતાની જાનની પરવા કર્યા વગર, તેમણે ત્વરિત નિર્ણય લીધો અને અત્યંત બહાદુરીપૂર્વક મુસાફરને ખેંચીને સુરક્ષિત બહાર કાઢી લીધો હતો. તેમની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી ટ્રેજેડી ટળી ગઈ હતી.

Advertisement

હંમેશા નજીકમાં કોઈ મદદ કરવા માટે હોય

આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી કોમેન્ટ્સ આપવામાં આવી રહી છે. મોટાભાગના લોકોએ સ્ટેશન માસ્ટરની હાજરી અને બહાદુરી માટે પ્રશંસા કરીને, તેમના કાર્યને વીરતાપૂર્ણ ગણાવ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, "આવા ઘણા બધા કિસ્સાઓ છે, અને એવું લાગે છે કે, હંમેશા નજીકમાં કોઈ મદદ કરવા માટે હોય છે." બીજા યુઝરે ટિપ્પણી કરી, "આભાર, અભિજીત સિંહ સર, અમે ખૂબ આભારી છીએ." હંમેશા સમયસર સ્ટેશન પર પહોંચો, ક્યારેય ચાલતી ટ્રેનમાં ચઢશો નહીં.

આ પણ વાંચો -----  અગ્નિવીરો માટે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય ; BSF કોન્સ્ટેબલ ભરતીમાં 50% અનામત, શારીરિક કસોટી અને વયમાં છૂટછાટ

Tags :
Advertisement

.

×