પાંચ દાયકા બાદ પ્રેમી જોડું એક થયું, જાણો ફિલ્મોને ટક્કર મારે તેવી કહાની
- ફિલ્મોમાં પણ ભાગ્યેજ જોવા મળે તેવી ઘટના કેરળમાં બની
- જવાનીમાં છુટ્ટા પડેલા પ્રેમી જોડાએ પાંચ દાયકા બાદ લગ્ન કર્યા
- લગ્નમાં પુત્ર-પુત્રી અનો પૌત્ર જાનૈયા બનીને પહોંચ્યા હતા
- અનોખા લગ્નની કહાની સોશિયલ મીડિયામાં ભારે ટ્રેન્ડ કરી રહી છે
Jayprakash And Rashmi Love Story - Kerala : એ કહેવું મુશ્કેલ છે કે, દરેક પ્રેમીને જીવનભરનો સાથી મળી શકે. આજના આધુનિક યુગમાં પણ, જ્યાં ટેકનોલોજી સર્વવ્યાપી છે, ત્યાં મોટાભાગના લોકો માટે તેમના પ્રેમ સાથે લગ્ન કરવાનું સરળ નથી. પ્રેમીઓએ સમય જતાં વિરોધનો સામનો કર્યો છે. ફક્ત થોડા નસીબદાર લોકોને જ તેમના પરિવારને મનાવીને, કોઈપણ અવરોધ વિના, ખૂબ જ ધામધૂમથી તેમના પ્રિયજન સાથે લગ્ન કરવાની તક મળે છે. આવી સ્થિતિમાં, કલ્પના કરો કે લગભગ ચારથી પાંચ દાયકા પહેલા પ્રેમમાં પડેલા યુગલોની કહાની કેવી હશે. તે દિવસોમાં, મોટાભાગની પ્રેમકથાઓ પરિવાર અને સમાજના વિરોધને કારણે સમાપ્ત થઈ જતી હોવાની જાણકારી છે. ઘણા લોકો, હિંમતના અભાવે, તેમના પ્રેમને તેમના હૃદયમાં દફનાવી દેતા હતા, અને તેમના માતાપિતાની પસંદગીના છોકરા/છોકરી સાથે ઘર માંડતા હતા. પરંતુ જો આ યુવાન પ્રેમને વૃદ્ધાવસ્થામાં લગ્ન કરવાની તક મળે તો તે કેવું થાય ? આવી ઘટના કેરળમાં બની હતી. તે સાંભળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ આ સાચું છે. દંપતિના લગ્નની વાત હવે શહેરની ચર્ચા અને સોશિયલ મીડિયા પર કોમેન્ટબાજનો વિષય બની ગઈ છે. જે પૈકી ઘણા લોકો આ નવ યુગલને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
સંતાનો અને પૌત્રોની હાજરીમાં લગ્ન થયા
પોતાના પ્રેમને વૃદ્ધાવસ્થામાં આગલા સ્તર પર લઈ જનાર આ યુગલ 65 વર્ષીય જયપ્રકાશ અને રશ્મિ છે. જીવનના અવરોધો અને સંજોગોને કારણે, તેઓએ અલગ અલગ લોકો સાથે લગ્ન કર્યા હતા. રશ્મિના પહેલા લગ્ન થયા હતા, જ્યારે જયપ્રકાશ વિદેશ ગયા હતા, અને પછી અન્ય કોઈની સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના પરિવારો શરૂ કર્યા, સંતાનો થયા અને તેઓ મોટા થયા. પરંતુ ભાગ્યમાં તેમના માટે અલગ જ લખાયું હતું. રશ્મિના પતિનું 10 વર્ષ પહેલા અવસાન થયું, જ્યારે જયપ્રકાશની પત્નીનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. તાજેતરમાં, જયપ્રકાશે રશ્મિને એક ફિલ્મમાં જોયો, અને પરિવારના સભ્યો દ્વારા તેની જોડે સંપર્ક કરવામાં આવ્યો હગતો. આનાથી બંન્ને વચ્ચેનો જૂનો પ્રેમ ફરી જાગ્યો હતો. વધુમાં, તેમના બાળકો પણ તેમના લગ્ન જીવન માટે સંમત થયા હતા. પરિણામે, તેઓએ વૃદ્ધાવસ્થામાં લગ્ન કર્યા છે. તેઓએ તેમના પરિવારો, બાળકો અને પૌત્રોની હાજરીમાં એકબીજાનો સાથ નક્કી કર્યો છે હવે, તેમના લગ્નની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, અને નેટીઝન્સ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
વૃદ્ધાવસ્થામાં કોઈ પ્રેમ સ્વીકારતું નથી
ઘણા લોકોએ બાળકોને બંનેને સાથે લાવવા બદલ આભાર માન્યો છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે, બાળકોનું હૃદય મોટું હોય છે. બીજા યુઝરે લખ્યું કે, જીવન ચોક્કસપણે બીજી તકને પાત્ર છે. મોટાભાગના કિસ્સાઓમાં, માતાપિતા તેમના બાળકોના પ્રેમનો સખત વિરોધ કરે છે. પરંતુ અહીં, બાળકો પોતે જ પહેલ કરે છે અને તેમના પ્રેમને લગ્નના બંધનમાં બંધન કરે છે. મોટાભાગના પરિવારોમાં, વૃદ્ધાવસ્થામાં કોઈ પ્રેમ સ્વીકારતું નથી; તેના બદલે, લોકો તેમને ટોણા મારે છે, "આ ઉંમરે તમારે આ બધું કરવાની શી જરૂર છે ?" પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે અને અલગ થઈ જાય છે, ત્યારે મોટાભાગના માતાપિતા એકલા પડી જાય છે, તેમની સાથે તેમના સુખ-દુ:ખ શેર કરવા માટે કોઈ નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકો માને છે કે આ એકલતામાં તમારી વાત સાંભળી શકે તેવો સાથી હોવો સારું છે.
આ પણ વાંચો -------- શહીદ પુત્રને ઠંડીથી બચાવવા માતાએ તેના પૂતળાને ધાબળો ઓઢાવ્યો


