શાળાની ખુશબૂ મેડમએ સોશિયલ મીડિયા હચમચાવી નાખ્યું, જુઓ વીડિયો
Teacher નૃત્યના માધ્યમથી બાળકોને શિક્ષણ પ્રદાન કરતી
આ Video શિક્ષિકાએ જાતે પોસ્ટ કર્યો હતો
ભારત સરકાર ચહક નામનો કાર્યક્રમ ચલાવી રહી
Khushboo Madam Viral Video: શાળામાં દરેક શિક્ષક-શિક્ષિકાનો શિક્ષણ પ્રદાન કરવાની રીત વિભિન્ન હોય છે. પરંતુ અમુક સંજોગોમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષક કે શિક્ષિકાઓને પણ બાળક બનવું પડે છે. તેનો એકમાત્ર ઉદ્દેશ સરળતાથી બાળકો શૈક્ષણિક જ્ઞાન મેળવી શકે અથવા બાળકો શાળા અને જ્ઞાનસેવક પ્રત્યે પ્રેમ રાખી શકે. ત્યારે એક શિક્ષિકાનો Video સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Teacher નૃત્યના માધ્યમથી બાળકોને શિક્ષણ પ્રદાન કરતી
ત્યારે આ Videoબિહારના બાંકા જિલ્લાના કટોરિયા પ્રખંડમાં આવેલી એક શાળામાંથી વાયરલ થયો છે. આ વીડિયોમાં જે રીતે Teacherબાળકોને શિક્ષણ આપી રહી છે. તે જોઈને દરેક લોકો Teacher માટે તારીફના ફૂલહાર બાંધી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળતી શિક્ષિકાનું નામ ખુશબૂ છે. Teacher બાળકોને નૃત્ય કરીને માત્રાઓ વિશે જ્ઞાન આપી રહી છે. તો શિક્ષિકાની જેમ બાળકો પણ આ રીતે નૃત્ય કરીને માત્રાને યાદ રાખવાની કોશિશ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર
આ Video શિક્ષિકાએ જાતે પોસ્ટ કર્યો હતો
ત્યારે આ સંપૂર્ણ ઘટના વીડિયોમાં જોવા મળી રહી છે. આ Video ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા પર દરેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. દરેક લોકોને આ રીતે બાળકોને ભણાવવાની રીત પસંગ આવી રહી છે. કારણ કે... આ વીડિયાના કેપ્શનમાં દરેક લોકોએ આ મંતવ્યો સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે આ Video શિક્ષિકાએ પોતાની જાતે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
ભારત સરકાર ચહક નામનો કાર્યક્રમ ચલાવી રહી
તમને જણાવી દઈએ કે, ભારત સરકાર બાળકો દરરોજ શાળાએ આવવાનું પસંદ કરે, તે માટે ચહક નામનો કાર્યક્રમ ચલાવી રહી છે. તે ઉપરાંત આ કાર્યક્રમના માધ્યમથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય અને તેઓ અભ્યાસક્રમ સરળતાથી સમજી શકે. તે માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. જેથી શિક્ષકો બાળકોને દરરોજ શાળાએ આવવા પ્રેરિત કરી શકે. આવી સ્થિતિમાં આ ખુશ્બુ મેડમ પોતાની જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો: મોટી બહેનના પતિ સાથે નાની બહેને રાખ્યા શારીરિક સંબંધો, થયા 2 બાળકો