વીડિયોમાં શું છે ઘટનાની વિગત?
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર @marcoroams નામક હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે માર્કો એક સુમસાન રસ્તા પર ચાલી રહ્યા છે, ત્યારે એક રિક્ષા (Rickshaw) માં અન્ય વ્યક્તિ સાથે બેઠેલો એક યુવક તેમની પાસે આવે છે. આ યુવક વારંવાર પોતાના ગાલ તરફ ઈશારો કરીને 'મને અહીં કિસ કરો, મને કિસ કરો' (Kiss me here, kiss me here) એવી જીદ કરતો જોવા મળે છે. આ વિચિત્ર વર્તનથી સ્પષ્ટપણે અસ્વસ્થ થયેલા પ્રવાસીએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરતા જવાબ આપ્યો કે, "તમને કિસ કરું? ના, માફ કરજો, હું સ્ટ્રેટ (Straight) છું."
નારાજ વ્લોગરો શું કહ્યું?
એક સમયે તો આ યુવકે પ્રવાસીનો હાથ પકડીને તેને ત્યાંથી જતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટના પછી નારાજ વ્લોગરે કહ્યું કે, "મારાથી નાના છોકરાઓ દ્વારા મારું શારીરિક શોષણ (Sexual Harassment) થઈ રહ્યું છે." વીડિયો પરના ટેક્સ્ટ ઓવરલે (Text Overlay) માં પણ લખવામાં આવ્યું હતું કે, "ભારતીય છોકરાઓ હંમેશા શા માટે ઈચ્છે છે કે તમે તેમને કિસ કરો?"
યુઝર્સની પ્રતિક્રિયાઓ અને રોષ
છેલ્લા અપડેટ સુધીમાં આ વાયરલ વીડિયો (Viral Video) ને 1 મિલિયનથી વધુ વખત જોવામાં (Views) આવ્યો છે અને તેના પર હજારો ટિપ્પણીઓ (Comments) આવી ચૂકી છે. કેટલાક લોકોએ યુવકના વર્તનની આકરી નિંદા કરી, જ્યારે અન્યોએ વ્લોગરના ઇરાદાઓ પર જ સવાલ ઉઠાવ્યા હતા.
- પ્રથમ યુઝરે લખ્યું: "મને લાગે છે કે તમે ખોટા ભારત (Wrong India) માં આવી ગયા છો."
- બીજા યુઝરે કોલકાતા પોલીસ (Kolkata Police) ને ટેગ કરીને કડક કાર્યવાહી (Action) ની માંગ કરતા લખ્યું: "કૃપા કરીને આ છોકરાઓને બરાબર પાઠ ભણાવો."
- ત્રીજા યુઝરે વ્લોગરની ઝાટકણી કાઢતા લખ્યું: "ભારતની સારી અને સુંદર જગ્યાઓ પર જવાને બદલે, તમે લોકો માત્ર કન્ટેન્ટ વ્યૂઝ (Content Views) મેળવવા માટે જાણીજોઈને આવા શંકાસ્પદ વિસ્તારોમાં જાઓ છો અને પછી અજીબ કેપ્શન્સ સાથે રીલ્સ અપલોડ કરો છો."
- ચોથા યુઝરે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું: "જો તમે એટલા કંગાળ છો કે વાસ્તવિક પ્રવાસી સ્થળો (Tourist Places) પર જઈ શકતા નથી, તો માત્ર કન્ટેન્ટ (Content) માટે આમ-તેમ ઝૂંપડપટ્ટીઓમાં ભટકીને ભારતને દોષ ન આપો."
આ પણ વાંચો : Uber Driver Story : અમેઝોનની નોકરી છોડી ઉબર ચલાવવાનું પસંદ કર્યું, જાણો હૈદરાબાદના ડ્રાઈવરની પ્રેરણાદાયી કહાની