ચોરી કરવા ગયો ને વેન્ટિલેશનમાં ભરાયો! ‘ગજબ બેઈજ્જતી’નો આ વીડિયો જોઈ તમે હસવું નહીં રોકી શકો
- કોટામાં ચોરની ગજબ ફજેતી: એક્ઝોસ્ટ ફેનના કાણામાં ફસાયો (Thief Caught Viral Video)
- ચોરી કરવા ઘૂસેલો ચોર વેન્ટિલેશનમાં અડધો ફસાઈ ગયો
- માલિકે પરત આવીને જોયું તો ચોરના પગ લટકી રહ્યા હતા
- સાથીદાર પોલીસ સ્ટિકર વાળી કાર લઈ ફરાર, એક ઝડપાયો
- આસપાસના લોકોએ ચોરને પકડી પોલીસને સોંપ્યો
Thief Caught Viral Video : રાજસ્થાન ના કોટા શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને તમે પણ કહી ઉઠશો કે 'ચોરની ગજબ બેઈજ્જતી થઈ ગઈ'. એક તસ્કરે બંધ મકાનમાં હાથ સાફ કરવાનો પ્લાન તો બનાવ્યો, પણ નસીબે સાથ ન આપ્યો. ચોરી કરવા માટે તે જે રસ્તેથી ઘરમાં પ્રવેશવા ગયો, તે જ રસ્તો તેના માટે જેલ સમાન બની ગયો. રસોડાના એક્ઝોસ્ટ ફેનના નાના કાણામાં આ ચોર એવો ફસાયો કે ન તો તે અંદર જઈ શક્યો કે ન તો બહાર નીકળી શક્યો.
ખાટું શ્યામના દર્શન કરી પરત ફરેલા પરિવારને મળ્યો ચોર
આ ઘટના કોટાના બોરખેડા વિસ્તારની છે. ઘરમાલિક સુભાષ કુમાર રાવત તેમના પત્ની સાથે 3 જાન્યુઆરીએ ખાટું શ્યામજીના દર્શને ગયા હતા. 4 જાન્યુઆરીની રાત્રે જ્યારે તેઓ પરત ફર્યા અને ઘરના કમ્પાઉન્ડમાં સ્કૂટી લઈને પ્રવેશ્યા, ત્યારે સ્કૂટીની લાઈટ સીધી રસોડાના એક્ઝોસ્ટ ફેન પર પડી. સુભાષભાઈએ જોયું તો એ કાણામાં એક માણસ ફસાયેલો હતો અને તેના પગ હવામાં લટકી રહ્યા હતા.
In Rajasthan's Kota, a family returned from Khatu Shyam Ji darshan to find a thief stuck in the exhaust fan hole! They called police to pull him out. Accused Pawan drives a police officer's car. 😳
pic.twitter.com/mwNcxjD2AF— Ghar Ke Kalesh (@gharkekalesh) January 6, 2026
Thief Caught Viral Video : ફસાયેલો ચોર રંગેહાથ ઝડપાયો
પરિવારે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ચોરનો એક સાથીદાર બહાર કાર લઈને ઉભો હતો, જે પોલીસનું સ્ટિકર લાગેલી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, કાણામાં ફસાયેલો ચોર ક્યાંય જઈ શકે તેમ નહોતો. સ્થાનિક લોકોએ તેને પકડી રાખ્યો અને પોલીસને જાણ કરી. પોલીસે આવીને મહામુસીબતે આ 'અનાડી' ચોરને બહાર કાઢ્યો અને તેની ધરપકડ કરી.
Thief Caught Viral Video : પોલીસ પર ઉઠ્યા સવાલો
આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વિસ્તારમાં અવારનવાર શંકાસ્પદ લોકો ફરે છે, પરંતુ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. આ વખતે મકાનમાલિકની સતર્કતાને કારણે મોટી ચોરી ટળી ગઈ, અન્યથા તસ્કરો આખું ઘર સાફ કરી ગયા હોત.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ચોરના ફસાવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. લોકો આને 'આસમાન સે ગીરા ખજૂર મેં અટકા' જેવી સ્થિતિ ગણાવી રહ્યા છે. હાલમાં બોરખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Rohit Sharma Viral Video: મુંબઈની સડક પર હિટમેન સાથે ફેન્સની બદતમીઝી, જુઓ શું થયું?


