સિંહણની એક ભૂલે તેના સરાયુંને મોતના મુખમાં ધકેલ્યું, જુઓ Video
- સિંહણ તેના સરાયુંને મોતાના મુખમાંથી બહાર લાવી
- લીલ જામેલું તળાવ સરાયું માટે મોત બન્યું
- લોકો મનભરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા
Lioness Viral Video : સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર... પૃથ્વી ઉપર જોવા મળતી દરેક સજીવ ઘટનાઓના મુળમાં માનું મુખ્ય યોગદાન રહેલું હોય છે. જોકે માના અમૂલ્ય યોગદાનના અનેક એવા ઉદાહરણો આદિ-અનાદિથી આપણી સામે આવતા રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ એક કિસ્સાો સામે આવ્યો છે. આ ઘટનાઓ એક વીડિયો વાયરલ થયો છે. તો આ ઘટનામાં એક સિંહણ તેના બચ્ચાને મોતના મુખમાંથી પાછો લાવે છે.
લીલ જામેલું તળાવ સરાયું માટે મોત બન્યું
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહણ અને તેના સરાયું સાથે લીલા રંગના મેદાનની આગળ ફરતી જોવા મળે છે. પરંતુ વાસ્તવમાં આ લીલા રંગનું મેદાનએ એક લીલથી ભરેલું તળાવ છે. તો સિંહણને પહેલી વખત આ લિલા રંગના મેદાનને જોઈને ભૂલ કરી બેસે છે. કારણ કે... સૌ પ્રથમ તેણી પોતાના એક સરાયુંને આ લીલા મેદાનમાં ચાલવા માટે આગળ કરે છે. પરંતુ ત્યારે આ લીલ જામેલા તળાવમાં સરાયું ડૂબવા લાગે છે.
આ પણ વાંચો: રાષ્ટ્રગીત વાગતા જ આ Painter એ શું કર્યું...?
A lion pushes its child without knowing it is water pic.twitter.com/eiM6bTkpU4
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 23, 2024
લોકો મનભરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા
ત્યારે સિંહણનું બચ્ચું આ તળાવમાંથી બહાર નીકળવા માટે મથામણ કરે છે. કારણ કે... સરાયું નાનું હોવાને કારણે તળાવના પાણીમાં તરી શકતું નથી. ત્યારે તે બહાર નીકળવા માટે અનેક હથકંડા અપનાવે છે. ત્યારે તેની માતા પાસે આવે છે અને તેને પોતાના મોઢામાં દબાવીને આ મોતરૂપી તળાવમાંથી બહાર નીકાળે છે. ત્યારે આ વાયરલ વીડિયો ઉપર દરેક લોકો મનભરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે ઉપરાંત દરેક લોકો વિશ્વમાં અને પૃથ્વી ઉપર માનો મહિમા વર્ણવી રહ્યા છે.
આ પણ વાંચો: Noida માં કૂતરા જેવી નજીવી બાબતમાં યુવતીઓએ વૃદ્ધોને થપ્પડ મારી, જુઓ Video