Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

1BHK Home Tour Video Viral : મહિને રૂ. 8 લાખનું ભાડું ધરાવતા ઘરને જોઇને લોકોમાં અચરજ

દીપાંશી સમજાવે છે કે, તેનું એપાર્ટમેન્ટ સંપૂર્ણપણે ફર્નિશ્ડ છે. વીડિયોમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે, 1BHK ભાડું આટલું ઊંચું કેમ રાખવામાં આવ્યું છે. આ એપાર્ટમેન્ટ લંડનમાં આવેલું છે. દીપાંશી પોતે વીડિયોમાં કહે છે કે, લંડન રહેવા માટે દુનિયામાં સૌથી મોંઘા શહેરોમાંનું એક છે. વીડિયોમાં, મહિલા તેના એપાર્ટમેન્ટને વિગતવાર બતાવતી જોવા મળે છે.
1bhk home tour video viral   મહિને રૂ  8 લાખનું ભાડું ધરાવતા ઘરને જોઇને લોકોમાં અચરજ
Advertisement
  • ભારતીય મૂળની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
  • મહિલા લંડનના સૌથી પોશ ગણાતા વિસ્તારમાં પોતાના ઘરની હોમટુર કરાવે છે
  • આ વીડિયો જોઇને લોકોમાં ભારે અચરજ ઉઠવા પામ્યું છે

1BHK Home Tour Video Viral : એક ભારતીય મહિલાનો "હોમ ટુર" વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેણે યુકેમાં તેના એપાર્ટમેન્ટનો વીડિયો શેર કર્યો છે. જો કે, આ વીડિયોએ લોકોને, ખાસ કરીને ભારતીયોને, એક અલગ જ કારણોસર આશ્ચર્યચકિત કરી રહ્યો છે. આ 1BHK એપાર્ટમેન્ટ, જેમાં ફક્ત એક બેડરૂમ, એક હોલ અને એક રસોડું છે, તેનું માસિક ભાડું આશરે આઠ લાખ રૂપિયા છે. દીપાંશી ચૌધરી નામની એક મહિલાએ તેના સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ છેડાઇ ગઇ છે. અને આ પ્રકારની પ્રોપર્ટીમાં રહેતા લોકોને ખરેખર માલદાર ગણવાને લઇને ઇન્ટરનેટ યુઝર્સ તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો -------  Viral : બીમાર માતાની સેવા માટે 1 મહિના પગાર સાથે રજા મળતા કર્મચારી ચોંક્યો

Advertisement

દુનિયાનું સૌથી મોંધી શહેર

દીપાંશી એ પણ સમજાવે છે કે, લંડનમાં તેનું એપાર્ટમેન્ટ સંપૂર્ણપણે ફર્નિશ્ડ છે. વીડિયોમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે, 1BHK ભાડું આટલું ઊંચું કેમ રાખવામાં આવ્યું છે. આ એપાર્ટમેન્ટ લંડનમાં આવેલું છે. દીપાંશી પોતે વીડિયોમાં કહે છે કે, લંડન રહેવા માટે દુનિયામાં સૌથી મોંઘા શહેરોમાંનું એક છે. વીડિયોમાં, મહિલા તેના એપાર્ટમેન્ટને વિગતવાર બતાવતી જોવા મળે છે. લોબી, બેડરૂમ, શૌચાલય, લિવિંગ રૂમ, રસોડું અને સ્ટોરેજ સ્પેસ બધું જ વીડિયોમાં જોઈ શકાય છે. જો કે, તેમાં કંઇ ખાસ નથી, આપણા ઘરમાં જેવી સુવિધાઓ છે, તેનાથી નાના-મોટા ફેરફાર સાથેની સુવિધા જ વીડિયોમાં જોવા મળી રહી છે.

Advertisement

'આ ભાડું થોડું વધારે છે'

દીપાંશીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, "લંડનમાં મારા એક બેડરૂમના એપાર્ટમેન્ટનો પ્રવાસ. આ એક સંપૂર્ણપણે ફર્નિશ્ડ એપાર્ટમેન્ટ છે." "હા, ભાડું થોડું વધારે છે. પણ આ વિસ્તારમાં આવા એપાર્ટમેન્ટની કિંમત એટલી જ છે," ઘણા લોકોએ વીડિયો પર ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાકને આશ્ચર્ય થયું કે, શું ભાડું થોડું વધારે છે. અન્ય લોકોએ કહ્યું, કે આ વિસ્તાર મોટા ભાડાનું કારણ છે. અત્રે નોંધનીય છે કે, જે લોકો આ પ્રકારના પોશ વિસ્તારમાં રહેવા માટે ટેવાયેલા છે, તેમને આ વીડિયોમાં કશું નવું નથી લાગતું, પરંતુ જેઓ માટે આ પ્રકારની રહેણી-કરણી નવી છે, તેમના માટે વીડિયોની શરૂઆતથી લઇને અંત બધુ જ રહસ્યમય છે.

આ પણ વાંચો -------  Indonesian Aircraft Missing : ઇન્ડોનેશિયામાં 11 મુસાફરો સાથેનું વિમાન લાપતા

Tags :
Advertisement

.

×