Gucci Baby Diaper : માલદારોની પસંદીદા બ્રાન્ડના બેબી ડાયપર પેકની કિંમત રૂ. 50 હજાર !
Gucci Baby Diaper, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું છે, લક્ઝરી ફેશનની દુનિયામાં, શું ચમત્કારો થઈ શકે છે, તેની આગાહી કરવી અશક્ય છે. આ દિવસોમાં, Gucci ના બેબી ડાયપર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. વાયરલ પોસ્ટ્સ અનુસાર, 7 ડાયપરના પ્રીમિયમ પેકની કિંમત લગભગ 500 ડોલર અથવા 50,000 રૂપિયા હોવાનું કહેવાય છે. આનો અર્થ એ છે કે, પ્રતિ ડાયપર લગભગ 7,000 રૂપિયા છે.
Advertisement
- Gucci Baby Diaper, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું
- માલદારોની પસંદીદા બ્રાન્ડના ડાયપરની કિંમત ઘર ચલાવવા માટે પૂરતી
- સોશિયલ મીડિયા પર દાવાઓ ફરતા થતા લોકોમાં ઉત્સુતકા વ્યાપી
Gucci Baby Diaper : અત્યાર સુધીમાં, તમે લાખોની કિંમતની ઘડિયાળો અને કરોડોની કિંમતની કાર વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકનું ડાયપર iPhone જેટલું મોંઘું હોઈ શકે છે ? સોશિયલ મીડિયા પર એવા દાવાઓ ફરતા થઈ રહ્યા છે કે, લક્ઝરી બ્રાન્ડ Gucci (Laxury Brand - GUCCI) એ બેબી ડાયપર પેક લોન્ચ (Baby Diaper Pack Launch) કર્યું છે, જેમાં એક ડાયપરની કિંમત રૂ. 50 હજાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, લોકો આશ્ચર્યમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું બાળક તેને પહેર્યા પછી રડવાનું બંધ કરશે (Social Media Trending), કે પછી તેમાંથી સોનું બહાર નીકળે છે? પરંતુ આ ભવ્ય દાવા પાછળનું સત્ય જાણીને તમે તમારું માથું ખંજવાળવા લાગશો.

