Influencer Rachna Gurjar News : રીલ્સમાં સોના-ચાંદીના ઘરેણાં પ્રદર્શિત કરવાનું ભારે પડ્યું; રાતોરાત લૂંટાઈ ગઈ સોશિયલ મીડિયા સ્ટાર
મધ્યપ્રદેશના શિવપુરીની ફેમસ યુટ્યુબર રચના ગુર્જરને સોશિયલ મીડિયા પર પોતાના મોંઘા દાગીનાનો દેખાડો કરવો ભારે પડ્યો છે. ચોરોએ તેના વીડિયો જોઈને પ્લાનિંગ કર્યું અને ઘરમાંથી ૨ લાખ રોકડા સહિત લાખોના ઘરેણાં ચોરી લીધા છે. ચોરોએ સીસીટીવી ફેરવીને વારદાતને અંજામ આપ્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને સહાનુભૂતિ આપવાને બદલે ટ્રોલ કરી રહ્યા છે.
Advertisement
Influencer Rachna Gurjar News : મધ્યપ્રદેશના શિવપુરીમાં સોશિયલ મીડિયા પર વધારે પડતો દેખાવો કરવો એક પ્રખ્યાત યુટ્યુબરને ભારે પડી ગયો છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પોતાના વીડિયોમાં સોના-ચાંદીના મોંઘા દાગીના પ્રદર્શિત કરનારી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રચના ગુર્જરના ઘરે શાતિર ચોરોએ ત્રાટકીને લાખો રૂપિયાની રોકડ રકમ અને કિંમતી ઘરેણાંની ચોરી કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

