Viral : લગ્નમાં દુલ્હન માથું મુંડાવીને પહોંચી, દુનિયાને આત્મવિશ્વાસનો સંદેશો આપ્યો
એલોપેસીયા, એક એવી તબીબી પરિસ્થિતી છે, જેમાં પીડિતના વાળ ગોળાકાર ભાગમાં ખરવાના શરૂ થઇ જાય છે. સમયસર યોગ્સ સારવાર કરાવવામાં ના આવે તો આખા માથામાં આ પ્રકારે વાળનું નુકશાન થઇ શકે છે. આ પરિસ્થિતી ભોગબનનારને શરમજનક પરિસ્થિતીમાં મુકે છે. જો કે, સમાજની ચિંતા કર્યા વગર આ પરિસ્થિતીથી પીડિત મહિલા પોતાના લગ્નમાં માથુ મુંડાવાની પહોંચી હતી.
Advertisement
- માથામાં ઉંદરીથી પરેશાન મહિલાની બહાદુરી સોશિયલ મીડિયામાં વાયરલ
- મહિલાએ પોતાના જ લગ્નમાં ચમકતી ટાલ સાથે પહોંચીને સૌનો ચોંકાવ્યા
- સોશિયલ મીડિયામાં યુઝર્સે મહિલાની બહાદુરીના વખાણ કર્યા
Bride Bald in Marriage, Message About Alopecia : એક દુલ્હન તેના લગ્નના સ્ટેજ પર ચમકતી ટાલ સાથે આવી પહોંચી હતી. મહિમા ઘાઈ નામની આ છોકરી તેના હિંમતવાન નિર્ણયને કારણે ભીડમાંથી અલગ તરી આવી હતી. આપણા સમાજે સુંદરતાના ચોક્કસ માપદંડ નક્કી કર્યા છે, જે લોકો આ માપદંડોને પૂર્ણ કરતા નથી, તેમને ઘણીવાર સમાજ સ્વીકારતો નથી. આવા સમાજમાં, મહિમા તેના લગ્નમાં વિગ કે હેર એક્સ્ટેન્શન સિવાય આવી પહોંચી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, મહિમા એલોપેસીયાથી પીડાય છે. એલોપેસીયા એક એવો રોગ છે, જેમાં પીડિતના વાળ વધારે પ્રમાણમાં ખરી પડે છે. જ્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, ત્યારે તે વાળના ફોલિકલ્સને અસર કરે છે. તેનું પ્રથમ લક્ષણ ગોળાકારે પેચમાં વાળ ખરવાનું છે.

