Mark Zuckerberg એ પત્નીની મૂર્તિ બનાવડાવી, અન્ય પુરુષોએ કરી ટીકા
Mark Zuckerberg એ પત્નીની મૂર્તિ બનાવડાવી
Mark Zuckerberg એ રોમનની પ્રથાને પુનર્જીવિત કરી
અનેક પુરુષોએ આ ઘટનાની ટીકા કરી છે
Mark Zuckerberg wife statue: Facebook અને Instagram ના માલિક માર્ક જકરબર્ગ (Mark Zuckerberg) ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. આ ચર્ચા પાછળનું કારણ એક મૂર્તિ છે. આ મૂર્તિ Mark Zuckerberg ના ઘરની પાછળ આવેલા એક બગીચાના વિસ્તારમાં બનાવીને ઉભી કરવામાં આવી છે. આ મૂર્તિની તસવીરો Mark Zuckerberg એ તેમના સોશિયલ મીડિયાના સત્તાવાર એકાઉન્ટ પરથી જાહેર કરી છે..
Mark Zuckerberg એ પત્નીની મૂર્તિ બનાવડાવી
Mark Zuckerberg એ તેના ઘરની પાછળ તેમની પત્ની પ્રિસિલા ચાન (Priscilla Chan) ની મૂર્તિ બનાવીને મૂકી છે. આ ઘટનાએ Mark Zuckerberg ને ફરી એકવાર ચર્ચાનો માહોલમાં સામેલ કર્યા છે. પરંતુ સવાલ એ છે કે, Mark Zuckerberg એ પોતાની પત્ની Priscilla Chan ની મૂર્તિ શા માટે બનાવીને મૂકાવી છે. જોકે આ વાતનો જવાબ Mark Zuckerberg એ તેને શેર કરેલા ફોટાના કેપ્શનમાં લખ્યું છે.
આ પણ વાંચો: Astronaut એ પૃથ્વીની પાછળથી ચંદ્રનો અહ્લાદાયક નજારો કર્યો શેર
View this post on Instagram
Mark Zuckerberg એ રોમનની પ્રથાને પુનર્જીવિત કરી
Mark Zuckerberg એ જણાવ્યું છે કે, ઘરની પાછળ પત્નીની મૂર્તિ બનાવીને મૂકવાની પરંપરા એ રોમનની હતી. અને આ પ્રથાને પુનર્જીવિત કરવામાં આવી છે. તેમણે ફોટાના કેપ્શનમાં ડેનિયલ આર્શમનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જોકે ડેનિયલ આર્શમે આ મૂર્તિનું નિર્માણ કર્યું છે. જોકે ડેનિયલ આર્શમની પ્રસિદ્ધ કલા, વાસ્તુકલા, મૂર્તિકલા અને પ્રદર્શન કલાના સમનવય સાથે આ મૂર્તિને કંડારવામાં આવી છે. આ મૂર્તિ ટિફની ગ્રીનની સાથે મળતી આવે છે.
અનેક પુરુષોએ આ ઘટનાની ટીકા કરી છે
Mark Zuckerberg ની પત્નીએ તેમની પોસ્ટમાં કોમેન્ટ પણ કરી છે. પરંતુ Mark Zuckerberg ની પોસ્ટના કોમેન્ટ સેક્શન અનેક પુરુષોએ આ ઘટનાની ટીકા કરી છે. કારણ કે... Mark Zuckerberg તો અબજો પતિ છે. તેના માટે તેની પત્નીને આવી મોંઘી ભેટ આપી શકે છે, પરંતુ એક સામાન્ય નોકરીયાત વ્યક્તિ તેની પત્નીને આવી ભેટ આપવામાં સક્ષમ નથી. કારણ કે... આ ઘટના બાદ ઘણી પત્નીઓએ તેમના પતિને આવી મૂર્તિ બનાવવા માટે માગ કરી છે.
આ પણ વાંચો: કરોડો વર્ષો પહેલા મંગળ પર હતાં નદીઓ અને તળાવોના ભંડાર, મળ્યા પૂરાવા