Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MET GALA 2025 : શાહરુખ- પ્રિયંકા ચોપરાનું કોસ્ચ્યૂમ કનેક્શન થઈ રહ્યું છે Viral

વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટ MET GALA 2025 માં શાહરુખ (Shah Rukh Khan) અને પ્રિયંકાના કોસ્ચ્યૂમ કનેક્શન પર બઝિંગ શરુ થઈ ગયું છે.
met gala 2025   શાહરુખ  પ્રિયંકા ચોપરાનું કોસ્ચ્યૂમ કનેક્શન થઈ રહ્યું છે viral
Advertisement
  • MET GALA 2025 માં શાહરુખ અને પ્રિયંકાનું કોસ્ચ્યૂમ્સ કનેકશન
  • શાહરુખ અને પ્રિયંકાએ કર્યુ છે બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન
  • કોસ્ચ્યૂમ્સ કનેકશન (Costume Connection) પર બીટાઉનમાં બઝિંગ શરુ થઈ ગયું છે

MET GALA 2025 : વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટ MET GALA 2025 માં બોલિવૂડ સ્ટાર પોતાની એન્ટ્રીને યાદગાર બનાવી રહ્યા છે. અત્યાર સુધી આ મેગા ઈવેન્ટમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, કિયારા અડવાણી, દિલજીત દોસાંઝ વગેરે જેવા સ્ટાર એન્ટ્રી કરી ચૂક્યા છે. હવે આ ઈવેન્ટમાં બોલિવૂડના કિંગખાન શાહરુખે પણ કિંગસાઈઝ એન્ટ્રી કરી છે. જો કે કિંગખાન (Shah Rukh Khan) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ના કોસ્ચ્યૂમ વિશે બઝિંગ થઈ રહ્યું છે. ગોસિપ એવી પણ છે કે ડોન (DON Movie) માં સાથે કામ કરેલ આ સ્ટાર જોડીએ કોસ્ચ્યૂમ કનેકશન (Costume Connection) કરીને ડ્રેસ સીલેક્ટ કર્યા છે.

બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન

MET GALA 2025 માં શાહરૂખ અને પ્રિયંકા સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. શાહરૂખે મેટ ગાલામાં પોતાનું ડેબ્યૂ કર્યુ છે, જ્યારે પ્રિયંકા 5 મી વખત રેડ કાર્પેટ પર ચાલી છે. શાહરૂખે કાળા રંગના કોસ્ચ્યૂમ્સ પસંદ કર્યા છે. જ્યારે પ્રિયંકાએ વ્હાઈટ રંગના કોસ્ચ્યૂમ્સ પર પસંદગી ઉતારી છે. આ બંને સ્ટાર્સે Costume Connection કર્યુ હોવાની ગોસીપ શરુ થઈ ગઈ છે.

Advertisement

Costume Connection નું કારણ

વર્ષ 2006માં શાહરુખ ખાને અને પ્રિયંકા ચોપરાએ ડોન ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મના એક સીનમાં શાહરુખે બ્લેક આઉટફિટ્સ પહેર્યા હતા. જ્યારે રોમાનું પાત્ર ભજવનાર પ્રિયંકા ચોપરાએ વ્હાઈટ ડોટેડ ડ્રેસ પહેર્યો હતો. વર્ષ 2025માં વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટ MET GALA 2025 માં શાહરુખ અને પ્રિયંકાએ એવા કોસ્ચ્યૂમ્સ પસંદ કર્યા છે કે, ફેન્સ માની રહ્યા છે કે આ એક સમજી વિચારીને કરવામાં આવેલ Costume Connection છે.

Advertisement

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન Samay Raina સહિત 5 લોકોને ફટકારી નોટિસ, શું છે સમગ્ર મામલો ?

ફેન્સની રંગબેરંગી કોમેન્ટ્સ

MET GALA 2025 માં શાહરુખ અને પ્રિયંકા ચોપરાની એન્ટ્રીએ આકર્ષણ જમાવ્યું છે. જેમાં બંનેએ Costume Connection કર્યુ હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. વર્ષ 2006માં આવેલ DON Movie માં પહેર્યા હતા તેવા કોસ્ચ્યૂમ પહેરીને બંને સ્ટાર આવ્યા છે. આ ઈવેન્ટના સ્નેપ્સ અને વીડિયોઝ Viral થઈ રહ્યા છે. જેના પર ફેન્સ રંગબેરંગી કોમેન્ટ્સ લખી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરતા એક ફેન્સે લખ્યું કે, ડોન અને રોમાએ MET GALA 2025 પર કબજો જમાવી લીધો છે. બીજા ફેન્સે લખ્યું કે, MET GALA 2025માં ડોન અને તેની જંગલી બિલ્લી આવી ગયા છે. 3જા ફેન્સે લખ્યું કે, ડોન અને રોમા હંમેશા સાથે રહે છે. ઉલ્લેખનીય છે કે, MET GALA 2025 માંથી હજૂ સુધી શાહરૂખ-પ્રિયંકાની કોઈ સાથેની તસવીર આવી નથી પરંતુ ફેન્સ સાથે તસવીરો પોસ્ટ કરીને Costume Connection શોધી રહ્યા છે.

આ પણ વાંચોઃ  Ajaz Khan માટે કમબેકને બદલે કમઠાણ સાબિત થયો House Arrest શો

Tags :
Advertisement

.

×