Viral : લગ્નના પીઠી પ્રસંગમાં આન્ટીના જોરદાર ડાન્સથી 16 ચાંદ લાગ્યા
સોશિયલ મીડિયામાં રોજ કંઇકને કંઇક નવું આવતું રહે છે. હાલના સમયમાં લગ્નસરાનો ગાળો ચાલતો હોવાથી લગ્ન સંબંધિત વીડિયો ભારે વાયરલ થાય છે. હાલમાં આવો જ એક પીઠી પ્રસંગમાં આન્ટીના ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ અનોખા હાવભાવથી ઉત્સાહ પૂર્વક પોતાનો ડાન્સ રજૂ કરે છે. આ જોઇને તમને પણ હળવાશ અનુભવાશે. આ વીડિયોને ચાહકોએ લાઇક્સ, કોમેન્ટ્સ અને વ્યૂઝથી વધાવ્યો છે.
Advertisement
- લગ્નપ્રસંગની પીઠીનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
- જુવાનિયાઓ જોતા રહી જાય તેવો ડાન્સ આન્ટીએ કર્યો
- મહિલાના હાવભાવ જોઇને સૌ કોઇ તેમની પ્રશંસા કરી રહ્યા છે
Viral : સોશિયલ મીડિયા વાયરલ કન્ટેન્ટની દુકાન બની ગયું છે, અને અહીં ક્યારેય કન્ટેન્ટની અછત હોતી નથી. દરરોજ, લોકો વિવિધ પ્રકારના વિડીયો અને ફોટા પોસ્ટ કરે છે, અને તેમાંથી કેટલાક એટલા અનોખા હોય છે કે, તે વાયરલ થઈ જાય છે. જો તમે સોશિયલ મીડિયા પર છો અને દરરોજ સક્રિય છો, તો તમે કદાચ વાયરલ થતી સામગ્રીથી પરિચિત હશો. ક્યારેક તે જુગાડ હોય છે, ક્યારેક સ્ટન્ટ્સ હોય છે, ક્યારેક નાટક હોય છે, ક્યારેક લડાઈ હોય છે, અને રમુજી ફોટાઓ સાથે ઘણા બધા વિડિઓઝ વાયરલ થાય છે. હાલમાં એક ડાન્સ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રસંગમાં જુવાનિયાઓ જોતા રહી જાય છે, અને એક ઉત્સાહી આન્ટી આખી મહેફિલમાં છવાઇ જાય છે. આ વીડિયો તમને પણ આનંદ-પ્રમોદ કરાવશે.

