શું તમે ક્યારેય રાત્રે 12 વાગ્યે સૂરજ જોયો છે? આ શહેરમાં હવે 84 દિવસ સુધી રાત જ નહીં પડે
- Midnight Sun in Utqiagvik : 84 દિવસ સુધી સૂરજ નહીં આથમે!
- અમેરિકાના ઉત્કિયાવિકમાં 'મિડનાઈટ સન' શરૂ
- 2 ઓગસ્ટ સુધી અડધી રાત્રે પણ રહેશે દિવસ જેવો ઉજાસ
- પૃથ્વીના 23.5 ડિગ્રી નમનને કારણે સર્જાઈ અનોખી ઘટના
- શિયાળામાં મહિનાઓ સુધી અહીં સૂર્ય દેખાતો જ નથી
- કુદરતનો આ કરિશ્મા જોવા દુનિયાભરમાંથી પ્રવાસીઓ ઉમટશે
Midnight Sun in Utqiagvik : અમેરિકાના સૌથી ઉત્તરીય છેડે આવેલા ઉત્કિયાવિક (Utqiagvik) શહેરમાં એક અત્યંત રોમાંચક કુદરતી ઘટનાની શરૂઆત થઈ છે. અહીં શનિવારે આ સીઝનનો છેલ્લો સૂર્યાસ્ત (Last Sunset) જોવા મળ્યો હતો, અને હવે આગામી 84 દિવસ સુધી અહીં સૂરજ આથમશે જ નહીં. સ્થાનિક સમય અનુસાર સવારે 2:57 વાગ્યે સૂર્ય ફરીથી ઉગ્યો અને હવે તે 2 ઓગસ્ટ સુધી સતત આકાશમાં દેખાશે. આ અનોખી ઘટનાને 'મિડનાઈટ સન' (Midnight Sun) કહેવામાં આવે છે, જ્યાં અડધી રાત્રે પણ દિવસ જેવો ઉજાસ રહે છે.
Midnight Sun in Utqiagvik : પૃથ્વીનું નમન છે જવાબદાર
આ હેરાન કરી દે તેવી ઘટના પાછળ પૃથ્વીનું નમન જવાબદાર છે. પૃથ્વી અંદાજે 23.5 ડિગ્રીના ખૂણે નમેલી છે. જ્યારે તે સૂર્યની આસપાસ ફરે છે, ત્યારે અલગ-અલગ હિસ્સાઓ પર સૂર્યનો પ્રકાશ અલગ રીતે પડે છે. ઉનાળા દરમિયાન ઉત્તર ધ્રુવ (North Pole) સૂર્ય તરફ નમેલો રહે છે, જેના કારણે આર્કટિક સર્કલની ઉપર આવેલા વિસ્તારોમાં સૂર્ય સંપૂર્ણપણે આથમતો નથી.
શિયાળામાં સર્જાય છે 'પોલર નાઈટ'
એકતરફ જ્યાં ઉનાળામાં અહીં સતત દિવસ રહે છે, ત્યાં શિયાળામાં સ્થિતિ સાવ બદલાઈ જાય છે. તે સમયે ઉત્કિયાવિકમાં સૂર્ય કેટલાય અઠવાડિયા સુધી દેખાતો જ નથી, જેને 'પોલર નાઈટ' (Polar Night) કહેવામાં આવે છે. પૃથ્વીના ધ્રુવોની જેટલું નજીક કોઈ સ્થળ હોય, ત્યાં દિવસ અને રાતમાં આટલો મોટો તફાવત જોવા મળે છે.
વૈજ્ઞાનિકો માટે આ ઘટના પૃથ્વીની કક્ષા અને વાતાવરણને સમજવા માટે ખૂબ મહત્વની છે. સ્થાનિક લોકો માટે આ જીવનશૈલીનો ભાગ છે, પરંતુ પ્રવાસીઓ માટે સતત ચમકતા સૂરજ વચ્ચે ઉનાળાનો આ અનુભવ (Summer Experience) વિશ્વના અન્ય કોઈ પણ શહેર કરતા સાવ અલગ અને ખાસ હોય છે.
આ પણ વાંચો : Junagadh ના ગીર જંગલની અદ્ભૂત ઘટના: રૂંવાડા ઉભા કરી દેતાં રેર ઓફ ધ રેર દ્રશ્યો કેમેરામાં થયા કેદ


