Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Miss Universe 2025 : ઇસ્લામી આદર્શો વિરુદ્ધ પાકિસ્તાની રંગભેદ

માન્ય રીતે જ્યારે કોઈ દેશની દીકરી આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા જાય, ત્યારે સમગ્ર દેશ તેને પ્રોત્સાહન અને આશીર્વાદ આપવા માટે ઉમટી પડતો હોય છે. પરંતુ પાકિસ્તાનની રોમા રિયાઝ(Roma Riyaz)નો કિસ્સો કંઈક જુદો જ વળાંક લઈ રહ્યો છે. 'મિસ યુનિવર્સ 2025'માં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલી રોમાને તેના જ દેશના લોકોના પ્રોત્સાહનને બદલે તીખા મહેણાં અને રંગભેદનો સામનો કરવો પડી રહ્યો છે.
miss universe 2025   ઇસ્લામી આદર્શો વિરુદ્ધ પાકિસ્તાની રંગભેદ
Advertisement

Miss Universe 2025 : સામાન્ય રીતે જ્યારે કોઈ દેશની દીકરી આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા જાય, ત્યારે સમગ્ર દેશ તેને પ્રોત્સાહન અને આશીર્વાદ આપવા માટે ઉમટી પડતો હોય છે. પરંતુ પાકિસ્તાનની રોમા રિયાઝ(Roma Riyaz)નો કિસ્સો કંઈક જુદો જ વળાંક લઈ રહ્યો છે. 'મિસ યુનિવર્સ 2025'માં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલી રોમાને તેના જ દેશના લોકોના પ્રોત્સાહનને બદલે તીખા મહેણાં અને રંગભેદનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના માત્ર એક સ્પર્ધકની વ્યક્તિગત લડાઈ નથી, પરંતુ પાકિસ્તાન જેવા દેશોમાં વ્યાપ્ત 'ગોરા રંગ' Apartheid in Pakistan પ્રત્યેના ઘેલછાની વરવી વાસ્તવિકતાને પણ ઉજાગર કરે છે.

કોઈપણ સ્પર્ધકની જેમ રોમાએ પણ વિચાર્યું હશે કે તેના દેશના લોકો તેને સાથ આપશે, પરંતુ તેની સાથે ઉલટું જ થઈ રહ્યું છે. જરા કલ્પના કરો કે જ્યારે કોઈ છોકરી વિશ્વ સ્તરની સૌંદર્ય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જાય અને તેના પોતાના જ દેશના લોકો તેને એવા મહેણાં મારે કે તેનો રંગ ગોરો નથી, તો આ માનસિકતાને શું કહેવાય? શું તે લોકો માટે છોકરીનો રંગ વધુ મહત્વનો છે કે તેનું મનોબળ વધારવું? તે છોકરીને કેવું લાગશે જે દેશનું પ્રતિનિધિત્વ કરવા ગઈ છે?

Advertisement

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે, પરંતુ આવું જ થઈ રહ્યું છે અને તે પણ પાકિસ્તાનમાં. મિસ યુનિવર્સ પાકિસ્તાન રોમા રિયાઝ, મિસ યુનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાન તરફથી ભાગ લઈ રહી છે. તેને સતત મહેણાં અને નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

 Miss Universe 2025 : રોમા રિયાઝે શું કહ્યું?

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વાત રજૂ કરી હતી. તેણે કહ્યું કે, "મારી ત્વચાનો રંગ પાકિસ્તાનની માટીના રંગ જેવો જ છે, અને તે મહિલાઓના રંગ જેવો છે જેમણે આપણા પરિવારો અને આપણા ઘરો બનાવ્યા છે."

રોમાએ વધુમાં લખ્યું: "એક શ્યામ રંગ ધરાવતી મહિલા હોવાને કારણે જ્યારે હું પાકિસ્તાનનું વૈશ્વિક મંચ પર પ્રતિનિધિત્વ કરી રહી છું, ત્યારે મને ખબર જ હતી કે તેની નકારાત્મક પ્રતિક્રિયા આવશે. પરિવર્તન ક્યારેય વિરોધ વગર આવતા નથી. પરંતુ હું આ બધું ગરિમા સાથે સ્વીકારું છું, કારણ કે મને ખબર છે કે મારું દરેક પગલું આવનારી છોકરીઓ માટે નવા દરવાજા ખોલશે. Pakistani Beauty Standards જોતાં   દરેક છોકરી માટે મારું આ પગલું છે જે પોતાને આ મંચ પર જોવા માંગે છે."

રોમાએ ભારતીયો અને અન્ય લોકોનો આભાર માનતા લખ્યું કે, "હું તમામ ભારતીયો, લેટિન અને મેક્સિકન લોકોનો આભાર માનું છું જેમણે મને ટેકો આપ્યો. તમારા કારણે મને વિશ્વાસ થયો કે સૌંદર્ય, દયા અને એકતા સીમાઓથી પર છે!"

 Miss Universe 2025 : પાકિસ્તાનમાં ગોરા રંગ પ્રત્યેનું 'ઘેલું' અને સામાજિક સડો

ખ્રિસ્તી સમુદાય સાથે સંબંધ ધરાવતી રોમાના સમર્થનમાં કેટલાક લોકો પણ આવ્યા છે, જેમ કે કન્ટેન્ટ ક્રિએટર બિલાલ હસન. પાકિસ્તાનમાં ગોરા રંગ પ્રત્યેનું આકર્ષણ એક 'સનક' (Obsession) જેવું છે. 

  • અભિનેત્રીઓની ફરિયાદ: પાકિસ્તાની અભિનેત્રી આમના ઇલિયાસએ કહ્યું હતું કે કરિયરની શરૂઆતમાં તેના સાવળા રંગને કારણે તેની સાથે ખૂબ ભેદભાવ થયો હતો. તેણે કલાકારોને 'ગોરા બનાવતી ક્રીમ'ની જાહેરાત ન કરવા વિનંતી કરી છે.

  • અન્ય કલાકારો: ઝરનીશ ખાન, સબા હમીદ અને રોમાઈસા ખાને પણ આ ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો છે. સબા હમીદે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે એક ખૂબ જ પ્રતિભાશાળી અને સુંદર છોકરીને માત્ર એટલા માટે રોલ નહોતો મળ્યો કારણ કે તેનો રંગ શ્યામ (Dark) હતો.

  • ગંભીર સામાજિક ભેદભાવ: પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે ઘણીવાર સાવળી છોકરીઓને ભણાવવામાં પણ નથી આવતી, કારણ કે તેમના ભણતરના પૈસા તેમના દહેજ માટે બચાવવામાં આવે છે.

કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માત્ર આર્થિક આંકડાઓથી નહીં, પણ તેની સામાજિક માનસિકતાથી મપાય છે. પાકિસ્તાનમાં રોમા રિયાઝને મળતા મહેણાં એ સૂચવે છે કે ત્યાંનો સમાજ હજુ પણ બાહ્ય દેખાવ અને કૃત્રિમ સુંદરતાના પાંજરે પુરાયેલો છે. જ્યારે એક યુવતી વૈશ્વિક મંચ પર દેશનું ગૌરવ વધારવા માટે આત્મવિશ્વાસ સાથે ઉભી હોય, ત્યારે તેના રંગની ટીકા કરવી એ તેની નહીં પણ તે સમાજની વૈચારિક હાર છે. રોમાએ જે રીતે આ પડકારને સ્વીકાર્યો છે, તે લાખો છોકરીઓ માટે પ્રેરણારૂપ છે. હવે સમય આવી ગયો છે કે આપણે વ્યક્તિને તેની ત્વચાના રંગથી નહીં, પણ તેના ગુણ, મહેનત અને ક્ષમતાથી આંકીએ.

પરિવર્તન હંમેશા સંઘર્ષ પછી જ આવે છે, અને રોમા રિયાઝ આ પરિવર્તનની મશાલ બનીને ઉભી છે.

આ પણ વાંચો :Hindu Morality : ભારતની અસલી ઓળખ - તેનું નૈતિક બળ

Tags :
Advertisement

.

×