ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trending: પપ્પા સાથે બબાલ થઈ તો મમ્મીએ દીકરાને ધોઈ નાખ્યો, viral video

છોકરાની મમ્મી તેના પપ્પા સાથે કર્યોઝઘડો પોતાનો ગુસ્સો છોકરા પર જ કાઢી નાખ્યો મમ્મીએ છોકરાને વીડિયો થયો વાયરલ Trending:એમ તો જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓ રહેતી જ હોય છે. ઘરોમાં પણ સામાન્ય રીતે નાના-મોટા કલેશ કે ઝઘડાઓ થતા જ હોય...
11:34 AM Jan 13, 2025 IST | Hiren Dave
છોકરાની મમ્મી તેના પપ્પા સાથે કર્યોઝઘડો પોતાનો ગુસ્સો છોકરા પર જ કાઢી નાખ્યો મમ્મીએ છોકરાને વીડિયો થયો વાયરલ Trending:એમ તો જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓ રહેતી જ હોય છે. ઘરોમાં પણ સામાન્ય રીતે નાના-મોટા કલેશ કે ઝઘડાઓ થતા જ હોય...
trending video

Trending:એમ તો જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓ રહેતી જ હોય છે. ઘરોમાં પણ સામાન્ય રીતે નાના-મોટા કલેશ કે ઝઘડાઓ થતા જ હોય છે. ક્યારેક મમ્મી-પપ્પા વચ્ચે તો ક્યારેક મમ્મી-દાદી વચ્ચે. એવામાં લોકો પોતાનો ગુસ્સો પોતાના બાળકો પર ઉતારતા હોય છે. પાછું એમાં પણ જો સંતોષ ન થાય તો બાળકોની પીટાઈ કરીને પોતાની બધી જ ભડાશ કાઢે છે. આવું જ કંઈક એક છોકરા સાથે પણ થયું. જ્યારે તેની મમ્મી પપ્પા સાથે ઝઘડો કરી રહી હતી. છોકરાની મમ્મી તેના પપ્પા સાથે ઝઘડો કરીને બહાર આવી ત્યારે તેણે પોતાનો બધો ગુસ્સો છોકરા પર જ કાઢી નાખ્યો. હાલમાં આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મમ્મીએ પોતાનો બધો ગુસ્સો છોકરા પર ઉતારી દીધો

વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો દિવાલનો ટેકો લઈને આરામથી ફોન ચલાવી રહ્યો છે. રૂમની અંદર તેની મમ્મી તેના પપ્પા સાથે ઝઘડો કરી રહી છે. વીડિયોમાં છોકરાની મમ્મી તેના પપ્પાને કહેતી સાંભળી શકાય છે કે "નોકરાણી નથી હું તારી કે જે ઘરનું બધું કામ પણ કરીશ અને ચાર વાતો પણ સાંભળીશ તારી. પાગલ કરી નાખી છે, નસીબ ફૂટેલું હતું મારું કે તારી સાથે લગ્ન કરી લીધા.

આ પણ  વાંચો-Kannauj Viral Video :પોલીસ બસની બ્રેક ફેઈલ, એકનું મોત,પેટ્રોલ પંપનો વીડિયો વાયરલ

આટલું કહીને છોકરાની મમ્મી રૂમમાંથી બહાર આવી રહી હતી ત્યારે તેણે છોકરાને ખેંચીને તમાચો મારો દીધો અને કહ્યું, "અને એક આ છે, જે આખો દિવસ બસ ફોન જ વાપર્યા કરે છે." મમ્મીનો માર ખાધા પછી છોકરો એ વાતને લઈને વિચારતો થઈ જાય છે કે આખરે તેની મમ્મીએ તેને શા માટે માર્યો?

આ પણ  વાંચો-વધુ રૂપિયા કમાવવા ખેતીનું કામ છોડી,હવે બોયફ્રેન્ડ સાથે બનાવે છે ન જોવાય તેવા વીડિયો!

લોકોએ કરી ફની કમેન્ટ્સ

છોકરાનો આ ફની વીડિયો સોશિયલ સાઈટ X પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ જોયો છે અને 1 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી અને મજેદાર રિએક્શન પણ આપ્યા. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું- મમ્મીને બહાનું જોઈએ બસ ગુસ્સો ય્તારવાનું. બચારો આરામથી ફોન ચલાવી રહ્યો હતો. બીજાએ લખ્યું- મમ્મી રૉક પુત્ર શૉક. ત્રીજાએ લખ્યું- અમારે ત્યાં પણ આવું જ થાય છે.

Tags :
funny instagram reelsfunny reelsFunny VideoGujarat FirstHirenDavemom dad fightmom dad kaleshomg newsTrending NewsTrending VideoViral Newsviral videoweird news
Next Article