Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Monalisa : વાઇરલ ગર્લ મોનાલિસાનાં વધુ એક વીડિયોએ સો. મીડિયા ઘમરોળ્યું!

મહાકુંભ-2025 માંથી સોશિયલ મીડિયા પર વાઇરલ થનારી મોનાલિસા (Monalisa) હવે ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે.
monalisa   વાઇરલ ગર્લ મોનાલિસાનાં વધુ એક વીડિયોએ સો  મીડિયા ઘમરોળ્યું
Advertisement
  1. મહાકુંભમાંથી વાઇરલ મોનાલિસાનો (Monalisa) વધુ એક વીડિયો વાઇરલ
  2. પહાડી પોશાક પહેરી મોનાલિસાએ કર્યો જબરદસ્ત ડાન્સ
  3. વાઇલ ગર્લ મોનાલિસાનાં ડાન્સનાં ફેન્સે કર્યા વખાણ

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભ-2025 (Mahakumbh 2025) ઐતિહાસિક રહ્યો. આ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક લોકોએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. મહાકુંભ, આવનાર દરેક વ્યક્તિ માટે યાદગાર રહ્યો છે. ત્યારે આ મહાકુંભે કેટલાક લોકોની જીંદગી પણ બદલી નાંખી, તેમાંથી એક છે મોનાલિસા, જેની માંજરી આંખો લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહાકુંભ-2025 માંથી સોશિયલ મીડિયા પર વાઇરલ થનારી મોનાલિસા (Monalisa) હવે ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો - Delhi જનપથ માર્કેટમાંથી ટ્રાઉઝર્સ ખરીદનાર મહિલાને મળ્યા 10 યુરોઝ....સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

Advertisement

મોનાલિસાએ જૂના બોલિવૂડ ગીતો સાથેની રીલ શેર કરી

મહાકુંભમાંથી સો. મીડિયા પર વાઇરલ થયા પછી મોનાલિસાએ પાછળ વળીને જોયું નથી અને દિવસેને દિવસે તેની લોકપ્રિયતા ઝડપથી આગળ વધી રહી છે. તેનો પોતાનો એક ચાહક વર્ગ છે જે તેને ખૂબ પસંદ કરે છે. આજે, તેના નામે રીલ્સ પણ અલગ-અલગ હેન્ડલ પરથી શેર કરવામાં આવે છે, જેના કારણે તે દરરોજ વાઇરલ થઈ રહી છે. દર વખતની જેમ, આ વખતે પણ, તેણે જૂના બોલિવૂડ ગીતો (Bollywood Songs) સાથેની રીલ શેર કરી છે. જે ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat : સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો જુઓ Viral Video

પહાડી લુકમાં ડાન્સ કર્યો, ફેન્સે કર્યા વખાણ

જણાવી દઈએ કે, ઘણા સમયથી મોનાલિસા (Monalisa) જૂના બોલિવૂડ ગીતો પર રીલ્સ બનાવી રહી છે. ખાસ કરીને, તેણીને લતા મંગેશકરનાં અવાજમાં ગવાયેલા ગીતો પર રીલ્સ બનાવવાનું ખૂબ જ ગમે છે. ઇન્ટરનેટ યુઝર્સે તેની વાઇરલ રીલ્સ પર ઘણી પ્રતિક્રિયા પણ આપી છે. તાજેતરમાં મોનાલિસાએ ફિલ્મ 'બંજારણ' ના 'તેરી બંજારણ' ગીત પર પહાડી લુકમાં ડાન્સ કર્યો છે. આ જોયા પછી, લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. મોનાલિસા હાલ અભ્યાસ અને એક્ટિંગ પર ધ્યાન આપી રહી છે.

આ પણ વાંચો - Viral Video : 6 વર્ષની પાકિસ્તાની બાળકીનાં Pull shot ને જોઈ લોકોએ રોહિત શર્માને યાદ કર્યો

Tags :
Advertisement

.

×