Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Monalisa Viral Videos : મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસાનો મોડર્ન અવતાર જુઓ!

મહાકુંભ 2025 દરમિયાન મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા influencersની નજર વાયરલ ગર્લ મોનાલિસા પર જ જોવા મળી રહી હતી, જેનાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા હતા.
monalisa viral videos   મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસાનો મોડર્ન અવતાર જુઓ
Advertisement
  • મોનાલિસાનો વીડિયો વાયરલ
  • ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે
  • મોનાલિસાનો વાયરલ વીડિયો, AI જનરેટેડ કે રિયલ?

Monalisa Viral Videos : મહાકુંભ 2025 દરમિયાન મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા influencersની નજર વાયરલ ગર્લ મોનાલિસા પર જ જોવા મળી રહી હતી, જેનાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા હતા. કેમેરાની ચમકથી બહાર આવી મોનાલિસાએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી, અને હવે આ લોકપ્રિયતા તેને ફિલ્મી દુનિયા સુધી લઇ ગઈ છે, જ્યાં તેને પોતાની પહેલી ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. તાજેતરમાં તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જે બતાવે છે કે, તેનો ચહેરો લોકોને કેટલો ગમી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ni8.out9⭐Star (@ni8.out9)

Advertisement

મોનાલિસાનો વાયરલ વીડિયો, AI જનરેટેડ કે રિયલ?

તાજેતરમાં મોનાલિસાના કેટલાક વધુ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ફેશનેબલ પોશાકમાં ડાન્સ કરતી જોવા મળે છે. વાસ્તવમાં, આ વીડિયો AI જનરેટેડ અથવા ડીપફેક છે તે અંગે શંકા ઉઠી રહી છે, કારણ કે વીડિયોમાં મોનાલિસા જેવો દેખાતો ચહેરો ધરાવતી છોકરી લાલ રંગનો મોડર્ન ડ્રેસ પહેરી "શરારા શરારા" ગીત પર નદી કિનારે ડાન્સ કરી રહી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by ni8.out9⭐Star (@ni8.out9)

આ વીડિયો @ni8.out9 એકાઉન્ટ પરથી શેર થયો છે અને લાખો વ્યૂઝ મેળવી ચૂક્યો છે. વીડિયો સાથેના કેપ્શન મુજબ, "મોનાલિસાએ નદી કિનારે લાલ રંગના મોડર્ન ડ્રેસમાં "શરારા શરારા" (ફિલ્મ: "મેરે યાર કી શાદી હૈ") ગીત પર ડાન્સ કરતી વખતે પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો. તેની કાતિલ અદાઓ અને પરફેક્ટ મૂવ્સ જોઇને તે કહેવું ખોટું નહીં હોય કે તે બોલીવુડમાં ધૂમ મચાવશે."

 

View this post on Instagram

 

A post shared by ni8.out9⭐Star (@ni8.out9)

આ વીડિયો ડીપફેક પરથી બનાવવામાં આવ્યા છે

આ વીડિયો અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયોમાં દેખાતી છોકરી મોનાલિસા નથી. તેના બદલે, આ એક ડીપફેક વીડિયો છે, જેમાં મોનાલિસાના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયો મોનાલિસાના નામે વાયરલ થઈ રહ્યો છે. જેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. જે એકાઉન્ટ પરથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેના પર મોનાલિસાના ઘણા ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો :  હોટ અવતારમાં બેડ પર સુતી જોવા મળી Shweta Tiwari, બોલ્ડ Photos Viral

Tags :
Advertisement

.

×