Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Viral Video : સાસુ હોય તો આવા ! મક્રરસંક્રાતિ પર સાસુમાંએ જમાઈને પીરસી 158 વાનગી

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં, જમાઈને એક ખાસ સ્થાન આપવામાં આવે છે. જમાઈને "અતિથિ દેવો ભવ"નું સ્વરુપ માનવામાં આવે છે.
viral video   સાસુ હોય તો આવા   મક્રરસંક્રાતિ પર સાસુમાંએ જમાઈને પીરસી 158 વાનગી
Advertisement
  • આંધ્રપ્રદેશના તેનાલીનો Video સોશિયલ મીડિયા પર Viral
  • સાસુએ જમાઈને પીરસી 158 પ્રકારની વાનગી
  • સાસુએ જમાઈ માટે તમામ વાનગીઓ ઘરે બનાવી

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં, જમાઈને એક ખાસ સ્થાન આપવામાં આવે છે. જમાઈને "અતિથિ દેવો ભવ"નું સ્વરુપ માનવામાં આવે છે. ત્યારે આંધ્રપ્રદેશના એક પરિવારે આ કહેવતને આગલા સ્તર પર લઈ ગઈ છે. ઉત્તરાયણ એટલે (Makar Sankranti)મક્રરસંક્રાંતિના તહેવાર પર સાસુએ તેના જમાઈને જમવા બોલાવ્યા હતા. જ્યાં સાસુએ તેના જમાઈ માટે 158 વાનગીઓ બનાવી હતી.

Viral Video : સાસુએ જમાઈને પીરસી 158 વાનગી

બીજા શબ્દોમાં કહીએ તો સાસુએ તેના જમાઈ માટે 158 વાનગી પીરસી હતી. જેમાં દરેક વાનગીઓ એક-બીજાથી ભિન્ન હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર વંદનાપુ મુરલીકૃષ્ણ અને તેમની પત્નીએ તેમની પુત્રી મોનિકા અને જમાઈ શ્રીદત્તની પહેલી સંક્રાંતિને યાદગાર બનાવવા માગતા હતા. જેના પગલે આ સ્પેશિયલ સરપ્રાઈઝ આપી હતી.

Advertisement

Advertisement

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)

જમાઈ માટે તમામ વાનગીઓ ઘરે બનાવી

ઉલ્લેખનીય છે કે જમાઈ માટે બનાવવામાં આવેલી તમામ વાનગીઓ ઘરે બનાવી હતી. જમાઈને પીરસવામાં આવતી વાનગીઓમાં મુરુકુલુ, ચેક્કાલુ જેવા પરંપરાગત નાસ્તા બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોળ માંથી બનાવેલી પ્રખ્યાત મીઠાઈઓ જેવી કે અરિસેલુ, બોબ્બટલુ અને સુન્નુન્ડલુનો સમાવેશ થતો હતો.

આ વીડિયો ક્યાંનો છે ?

મીડિયા રિપોર્ટસ અનુસાર આ વીડિયો આંધ્રપ્રદેશના(Andhra Pradesh)ગુંટુર જિલ્લાના તેનાલીનો છે. આ જિલ્લો તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. ગોદાવરી ક્ષેત્રની આ પરંપરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Disha Patani Dating : ટાઈગર બાદ હવે કોણ? દિશા પટણી મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળી

Tags :
Advertisement

.

×