ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MP News: દતિયામાં એક પતિની 2 પત્નીઓએ ફેમિલી કોર્ટમાં જ કર્યુ દંગલ

Madhya Pradesh ના દતિયામાં એક પતિને કુલ 4 પત્નીઓ છે. તેમાંથી 2 પત્નીઓએ Family Court માં જ એકબીજા સાથે લડાઈ શરૂ કરી દીધી. આ ઘટના સોશિયલ મીડિયા પર થઈ રહી છે Viral. વાંચો વિગતવાર.
12:42 PM Apr 30, 2025 IST | Hardik Prajapati
Madhya Pradesh ના દતિયામાં એક પતિને કુલ 4 પત્નીઓ છે. તેમાંથી 2 પત્નીઓએ Family Court માં જ એકબીજા સાથે લડાઈ શરૂ કરી દીધી. આ ઘટના સોશિયલ મીડિયા પર થઈ રહી છે Viral. વાંચો વિગતવાર.
Datia family court Gujarat First

MP News: દતિયામાં Hayatullah Khan નામક એક વ્યક્તિએ 4 લગ્નો કર્યા છે. તેમની 4 પત્નીમાંથી 2 પત્ની વચ્ચે ફેમિલી કોર્ટમાં જ ભરણપોષણ મુદ્દે છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ. હયાતુલ્લાહ ખાનની પહેલી પત્ની અને છેલ્લી એટલે કે 4થી પત્ની વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ હતી. આ ઘટના પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

પહેલી અને 4થી પત્ની વચ્ચે દંગલ

Madhya Pradesh ના Datia માં હયાતુલ્લાહ ખાનને 4 પત્નીઓ છે. તેમની પહેલી પત્નીએ ભરણપોષણ ભથ્થા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યારે તે કોર્ટમાં પહોંચી ત્યારે તેણે તેના પતિની 4થી પત્ની સાથે દલીલ શરૂ કરી. મામલો એટલો બગડ્યો કે બંને એકબીજાની મારઝુડ કરવા લાગ્યા. કોર્ટ પરિસરમાં ખૂબ જ હોબાળો થયો. બંને સ્ત્રીઓ લડી રહી હતી અને એકબીજાના વાળ ખેંચી રહી હતી. આ જોઈને ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા.

3.19 લાખ રુપિયા ભરણપોષણનો આદેશ

મધ્યપ્રદેશની Datia ના ફેમિલી કોર્ટમાં હયાતુલ્લાહ ખાનની પહેલી પત્નીએ ભરણપોષણનો દાવો માંડ્યો હતો. જેમાં કોર્ટે પતિ હયાતુલ્લાહ ખાનને 3.19 લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવા અથવા જેલમાં જવાનો આદેશ આપ્યો હતો. આ સાંભળીને ફરિયાદી મહિલા એટલે કે હયાતુલ્લાહ ખાનની પહેલી પત્ની અને 4થી પત્ની વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

આ પણ વાંચોઃ  Chardham Yatra : સઘન સુરક્ષા વચ્ચે ચારધામ યાત્રાનો આરંભ, ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા

શું છે સમગ્ર મામલો ?

ભારતીય રેલવેમાં ફરજ બજાવતા Hayatullah Khan એક પછી એક એમ 4 લગ્નો કર્યા છે. જો કે હયાતુલ્લાહ ખાને પોતાની પહેલી પત્ની રાઝદાને તરછોડી દીધી હતી. રાજદાએ હયાતુલ્લાહ ખાન સામે ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2019 માં કોર્ટે હયાતુલ્લાહને તેની પત્ની અને બાળકને દર મહિને 4,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં હાઈકોર્ટે આ રકમ વધારીને 5,000 રૂપિયા પ્રતિ માસ કરી હતી પરંતુ પતિએ એક પણ પૈસો ન આપ્યો અને તેના બદલે ફરીથી લગ્ન કરી લીધા. તેથી રાઝદાએ દતિયા ફેમિલી કોર્ટમાં ફરીથી કેસ કર્યો હતો. જેમાં કોર્ટે હયાતુલ્લાહ ખાનને 3.19 લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવા અથવા જેલમાં જવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદા બાદ ફેમિલી કોર્ટના પરિસરમાં જ બંને પત્નીઓ વચ્ચે બખેડો થયો. કોર્ટ પરિસરમાં મહિલા પોલીસ કર્મચારીઓ અને વકીલોએ મહામહેનતે બંને મહિલાઓને અલગ કરી હતી. આ ઘટના બાદ રાજદાએ ચિરુલા વીણા પોલીસ સ્ટેશન (Chirula Veena Police Station) માં હયાતુલ્લાહની ચોથી પત્ની અને બહેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચોઃ  Viral: IAS અધિકારીએ અંગ્રેજી વ્યાકરણમાં કરી ભૂલ, ટ્રોલર્સ વચ્ચે છેડાઈ લડાઈ

Tags :
Datia family courtFamily court brawl MPFirst and fourth wife fightfour wivesGujarat FirstGUJARAT FIRST NEWSHayatullah KhanMadhya PradeshMaintenance disputeRs 3.19 lakh maintenanceviral video
Next Article