Mumbai 5 Star Hotel : મુંબઈની એક 5-સ્ટાર હોટેલમાં રોકાયેલો યુવક તેનું નાસ્તાનું બિલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે ફક્ત 3 બાફેલા ઈંડા, 1 આલુ પરાઠા, દહીં અને 1 વેનીલા મિલ્કશેકનો ઓર્ડર આપ્યો હતો. આ સામાન્ય લાગતા નાસ્તા માટે તેને લગભગ 2300 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. કન્ટેન્ટ ક્રિએટર અભિનવ સિંહે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેના પછી હોટલના ભાવોને લઈને ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Mumbai 5 Star Hotel, ઈંડું 10 થી 12 રૂપિયામાં મળી જાય
વાયરલ વીડિયોમાં અભિનવ સિંહ હોટલના બિલની નકલ બતાવતો જોવા મળે છે. તેનો દાવો છે કે, હોટેલે માત્ર 3 બાફેલા ઈંડા માટે 499 રૂપિયા અને વધારાનો ટેક્સ વસૂલ્યો હતો. જો આ રીતે જોવામાં આવે તો, 1 બાફેલા ઈંડાની કિંમત આશરે 160 થી 170 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. અભિનવ વધુમાં કહે છે કે, તે 5-સ્ટાર હોટલોમાં પ્રીમિયમ ચાર્જ સમજે છે, પરંતુ ખૂબ જ સરળતાથી મળતી ખાદ્ય ચીજો માટે આટલી ઊંચી કિંમત વસૂલવી તેની સમજની બહાર છે. તેણે એવી પણ દલીલ કરી હતી કેસ સામાન્ય બજારમાં તો એક ઈંડું 10 થી 12 રૂપિયામાં સરળતાથી મળી જાય છે.
Mumbai 5 Star Hotel, યુઝર્સે તેને લૂંટ ગણાવી
સોશિયલ મીડિયા પર ઈંડાની કિંમત કરતાં આલુ પરાઠાના ભાવની વધુ ચર્ચા થઈ રહી છે. બિલ મુજબ, હોટેલમાં 1 આલુ પરાઠાની કિંમત 1100 રૂપિયા છે. આ અંગે કોમેન્ટ કરતા, વિવિધ યુઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે તેને લૂંટ ગણાવી છે, તો અન્ય હોટલના સમર્થનમાં પણ બહાર આવ્યા છે.5 સ્ટાર હોટલની તરફેણમાં સમર્થકો કહે છે કે, 5-સ્ટાર હોટલો ફક્ત ભોજન માટે જ ચાર્જ વસૂલતી નથી, પરંતુ તેમના ઉત્તમ સ્થાન, સેવા, વૈભવી સુવિધાઓ અને રૂમમાં જમવા જેવી વૈભવી સુવિધાઓ માટે પણ ચાર્જ વસૂલ કરે છે. એક યુઝરે લખ્યું કે, ઇંડાની કિંમત ફક્ત 50 રૂપિયા છે, પરંતુ બાકીના 450 રૂપિયા ડિલિવરી અને પીરસવાની સેવા પર ખર્ચ કરવામાં આવ્યા હતા.
રાહુલ બોઝે પણ અવાજ ઉઠાવ્યો હતો
આ તાજેતરની ઘટનાએ સોશિયલ મીડિયા યુઝર્સને 2019 ની એક જૂની ઘટના યાદ અપાવી દીધી છે. તે સમયે, પ્રખ્યાત અભિનેતા રાહુલ બોઝ ચંદીગઢની એક પ્રખ્યાત હોટલમાં રોકાયા હતા. તેણે ત્યાં ફક્ત 2 કેળાનો ઓર્ડર આપ્યો હતો, જેના બદલામાં તેને 442.50 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. રાહુલ બોસે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, ત્યારબાદ મામલો એટલો વધી ગયો કે સંબંધિત વિભાગે હોટલ પર દંડ ફટકાર્યો અને કડક કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો - Youtuber Rachna Gurjar ના ઘરે ચોરી, સોનું-રોકડ સાથે એનર્જી ડ્રિંકની પેટી પણ ના છોડી !