Mumbai Airport પર પાકિસ્તાની મહિલા મુસાફરનો ડર વિશ્વાસમાં ફેરવાયો !
- Mumbai Airport પર પાકિસ્તાની મહિલાને સુખદ અનુભવ
- કનેક્ટિંગ ફ્લાઇટમાં 10 કલાકનું રોકાણ મુંબઇમાં કર્યું
- શરૂઆતનો ડર અંતે વિશ્વાસમાં ફેરવાઇ ગયો હોવાનું જણાવ્યું
Mumbai Airport : ક્યારેક, મુસાફરીની નાની ક્ષણો પણ જીવનભરની યાદો બની જાય છે. આવું જ એક પાકિસ્તાની મહિલા સાથે થયું હતું, જેનો મુંબઈમાં 10 કલાકનું રોકાણ જીવનનો યાદગાર અનુભવ બની ગયો હોવાનું સોશિયલ મીડિયા થકી સામે આવ્યું છે. ભય અને ચિંતાથી શરૂ થયેલી વાત આખરે આનંદ અને પ્રશંસામાં ફેરવાઈ ગઈ હતી, જેનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Mumbai Airport, ભારતના નિયમો અલગ
લંડનથી નેપાળ જતી (Landon To Nepal Flight) એક પાકિસ્તાની મહિલાએ (Pakistani - Female Passenger) મુંબઈમાં કનેક્ટિંગ ફ્લાઇટ (Mumbai Connecting Flight) લીધી હતી. આ સમય દરમિયાન, તેણીનું લગભગ 10 કલાકનો રોકાણ હતું. તેના વીડિયોમાં, તેણીએ સમજાવ્યું કે, તે શરૂઆતમાં આ કનેક્ટિંગ શિડ્યૂલ વિશે ખૂબ જ ગભરાઈ ગઈ હતી, કારણ કે, પાકિસ્તાની પાસપોર્ટ સાથે ભારતમાં રહેવાના નિયમો અલગ છે.
View this post on Instagram
આ પણ વાંચો ------------ USA માં ભૂખ્યું બાળક ડાયપર ખાઇ ગયું, તડપી તડપીને લીધા અંતિમ શ્વાસ
Mumbai Airport, એરપોર્ટ છોડ્યા વગર હરીફરી શકે
મહિલાએ પહેલેથી જ બધી તૈયારીઓ કરી લીધી હતી. તેણીએ એક મહિના પહેલા ઇન્ડિગો એરલાઇન્સનો સંપર્ક કર્યો હતો, અને ખાતરી કરી હતી કે, તે એરપોર્ટ છોડ્યા વિના હરીફરી શકે છે. એરલાઇને તેણીને જાણ કરી હતી કે, જો 24 કલાકથી ઓછો સમય હોય, અને મુસાફર એરપોર્ટ છોડે નહીં, તો પરિવહન શક્ય છે.
થોડાક સમય માટે મુંબઇ જોયું
મહિલાએ મુંબઈના આંતરરાષ્ટ્રીય ટર્મિનલમાં આરામથી પોતાનો સમય વિતાવ્યો હતો. તેણીએ ખાધું, આરામ કર્યો અને એરપોર્ટ સ્ટાફના વર્તનની પ્રશંસા કરી હતી. મહિલાએ વીડિયોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેનો અનુભવ અદ્ભુત હતો, અને તેને વિશ્વાસ જ ન થયો કે, તેણે મુંબઈ જોયું, ભલે થોડા સમય માટે અને દૂરથી. આમ તેનો દેશ પ્રત્યેનો આત્મવિશ્વાસ વધ્યો હોવાનો અંદાજો આવે છે. જો કે, એક નાની ઘટના બની જ્યારે સુરક્ષાએ તેની બેગમાં એક શંકાસ્પદ વસ્તુ વિશે પૂછપરછ કરવી પડી હતી. પછીથી જાણવા મળ્યું કે, તે પાવર બેંક હતી, જેને નિયમો અનુસાર, કેબિન બેગમાં રાખવી જરૂરી છે.
વડાપાંવ ખાવા જોઇએ
આ વિડિઓને સોશિયલ મીડિયા પર જબરદસ્ત લોકપ્રિયતા મળી રહી છે, આ વીડિયોને લાખો વ્યુઝ અને લાઇક્સ મળી રહ્યા છે. લોકોએ કોમેન્ટમાં મહિલાના અનુભવની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે, "તમને સારો અનુભવ થયો તે ખૂબ જ સારું છે, આવા વાસ્તવિક અનુભવો દર્શાવતા કન્ટેન્ટની જરૂર છે." બીજા યુઝરે ઉમેર્યું કે, "ભારતમાં, પાવર બેંક ફક્ત કેબિન બેગમાં જ રાખી શકાય છે." અન્યએ મજાકમાં ટિપ્પણી કરી કે, "જો તમે મુંબઈ આવ્યા છો, તમારે ચોક્કસપણે વડાપાંવ અજમાવવો જોઈએ !"
આ પણ વાંચો ------------ Youtuber Ranveer Allahbadia ના જીવનમાં નવા પાર્ટનરની એન્ટ્રી !


