Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઇમાં Dolphin ની ડૂબકીનો ક્યૂટ વીડિયો વાયરલ, યુઝરે લખ્યું, 'ધૂરંધર ફિલ્મ જોવા આવ્યા'

તાજેતરમાં મુંબઇના દરિયામાં ડોલ્ફિનનો સમુહ તરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે. જેને જોઇને મુંબઇકરો ખુબ રાજી થયા છે. અગાઉ પણ મુંબઇના દરિયામાં ડોલ્ફિનની હાજરી જોવા મળી હતી. હાલના વીડિયોમાં ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા રસપ્રદ કોમેન્ટ્સ કરવામાં આવી છે. જેમાં એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, આ ડોલ્ફિન ધૂરંધર મુવી જોવા માટે આવી હોય તેમ લાગે છે.
મુંબઇમાં dolphin ની ડૂબકીનો ક્યૂટ વીડિયો વાયરલ  યુઝરે લખ્યું   ધૂરંધર ફિલ્મ જોવા આવ્યા
Advertisement
  • મુંબઇના દરિયામાં વધુ એક વખત ડોલ્ફિન જોવા મળી હોવાનો દાવો
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો થકી મામલો સપાટી પર આવ્યો
  • વીડિયોના કોમેન્ટમાં ઇન્ટરનેટ યુઝર્સ દ્વારા રસપ્રદ ટિપ્પણીઓ કરવામાં આવી

Mumbai Dolphin Cute Video Viral : મુંબઈ તેના રહીશોનો આશ્ચર્યચકિત કરવામાં ક્યારેય નિષ્ફળ જતું નથી, અને આ વખતે પણ, તેવું જ બન્યું છે. તાજેતરમાં વરલી સી ફેસ પર ડોલ્ફીનનો સમુહ તરતો જોવાનો લ્હાવો મુંબઈવાસીઓને મળ્યો હતો. આ દુર્લભ ક્ષણને મુંબઇકરે વીડિયોમાં કેદ કરીને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વીડિયોમાં અનોખુ કેપ્શન આપતા યુઝરે લખ્યું કે, કોંક્રિટ અને દોડધામ, વચ્ચે ડોલ્ફિનની એક ઝલક.

 

View this post on Instagram

 

A post shared by Savin Chauhan (@savinchauhan)

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

@savinchauhan હેન્ડલ દ્વારા શેર કરાયેલ આ વિડિઓમાં ડોલ્ફિનનો સમુહ એકસાથે રમતો અને કૂદતો જોવા મળે છે, જે જોનારાને મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો છે, અને યુઝર્સ આ દ્રશ્યોને માણવા માટે સ્ક્રિન પર થોડાક સમય માટે પોતાની જાતને ટકાવી રાખે છે. વીડિઓની શરૂઆત બીચફ્રન્ટના કોંક્રિટ પટ પર ઉભા રહેલા લોકોનાથી થાય છે. તેઓ પાણી તરફ ઝૂકીને, ઈશારો કરીને, અને કુતૂહલથી જોતા રહે છે. જેમ જેમ કેમેરાનો લેન્સ ભીડથી દૂર જાય છે, તેમ તેમ સ્ક્રિન પાણીનું ચિત્ર સ્પષઅટ થતું જાય છે. અને તુરંત જ પાણી સપાટી નજીક હલનચલન દેખાય છે. જેમાં ડોલ્ફિનનો એક નાનો સમુહ એકસાથે તરતો જોવા મળે છે, તેની પાંખો સરળતાથી પાણીમાં રસ્તો બનાવે છે. તેવામાં થોડા પક્ષીઓ ઉપરથી ઉડતા નજરે પડી રહ્યા છે, જે વાતાવરણની શાંતિમાં વધારો કરે છે.

Advertisement

હબીબી, મુંબઇના વરલીમાં છે

આ વીડિઓએ તરત જ લોકોનું ધ્યાન ઓનલાઈન ખેંચ્યું હતું, અને યુઝર્સે તેના પર લાઇક્સ, કોમેન્ટ્સ અને વ્યુઝનો વરસાદ કરી દીધો હતો. એક યુઝરે લખ્યું, " આ પાણીને સ્વચ્છ રાખવાના પરિણામો છે." બીજા યુઝરે કોમેન્ટ કરી કે, "જ્યારે ડોલ્ફિન પણ શહેરોમાં ફરતા હોય છે, પરંતુ તમે હજી પણ ટ્રાફિકમાં ફસાયેલા છો." ત્રીજા યુઝરે લખ્યું કે, " તેઓ ધૂરંધર ફિલ્મ જોવા આવ્યા હતા." ચોથા યુઝરે લખ્યું કે, "તેમણે વિચાર્યું કે, અમે દુબઈમાં છીએ, પણ ના, હબીબી, તેઓ તો મુંબઈના વરલીમાં છે." આ વિડિઓ 17 ડિસેમ્બર, 2025 ના રોજ શેર કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો ------  વિજય માલ્યા અને લલિત મોદીની પાર્ટીની તસ્વીરો વાયરલ, અનેક જાણીતા ચહેરા હાજર રહ્યા

Tags :
Advertisement

.

×