Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Women’s Reservation Bill અંગે રેલી કરી રહેલા ભાજપના મંત્રીને મહિલા એ જ જાહેરમાં ખખડાવી દીધા, જૂઓ Video

મુંબઈના વરલીમાં Women’s Reservation Bill ના સમર્થનમાં આયોજિત ભાજપના કાર્યક્રમ દરમિયાન મંત્રી ગિરીશ મહાજનને ભારે ફજેતી સહન કરવી પડી હતી. રેલીને કારણે સર્જાયેલા ટ્રાફિક જામથી પરેશાન એક મહિલાએ મંત્રીને જાહેરમાં ખખડાવ્યા હતા અને રેલી કોઈ મેદાનમાં યોજવા સલાહ આપી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
women’s reservation bill અંગે રેલી કરી રહેલા ભાજપના મંત્રીને મહિલા એ જ જાહેરમાં ખખડાવી દીધા  જૂઓ video
Advertisement
  • Women’s Reservation Bill ના પ્રદર્શનમાં હોબાળો
  • વરલીમાં ટ્રાફિકથી રોષે ભરાયેલી મહિલાએ મંત્રીને ખખડાવ્યા
  • "મેદાનમાં જઈને રેલી કરો", મહિલાએ ગિરીશ મહાજનને સંભળાવ્યું
  • ઘટનાનો વિડીયો વાયરલ થતા કોંગ્રેસે ભાજપને લીધું આડેહાથ
  • રાજકીય કાર્યક્રમોથી સામાન્ય જનતા પરેશાન, વિપક્ષનો હુમલો

મહારાષ્ટ્રના વરલી (Worli) વિસ્તારમાં મંગળવારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા આરક્ષણ વિધેયક (Women’s Reservation Bill) ના અમલીકરણ મુદ્દે વિરોધ પક્ષોને ઘેરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલીને કારણે સર્જાયેલા ભારે ટ્રાફિક જામને લીધે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ દરમિયાન એક મહિલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેણે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજનને જાહેરમાં ખકડાધજ કર્યા હતા.

Advertisement

'અહીંથી જતા રહો, તમે જામ લગાવી રહ્યા છો'

જ્યારે મંત્રી ગિરીશ મહાજન (Girish Mahajan) પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે એક મહિલા તેમની પાસે ધસી આવી હતી અને બૂમો પાડવા લાગી હતી. મહિલાએ ગુસ્સામાં કહ્યું, "અહીંથી જતા રહો, તમે ટ્રાફિક જામ (Traffic Jam) કરી રહ્યા છો." મહિલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વાહનોની અવરજવર ખોરવવાને બદલે રેલી કોઈ ખુલ્લા મેદાનમાં કેમ નથી યોજાતી? મંત્રીએ મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હોવા છતાં મહિલાએ આક્રોશમાં કહ્યું હતું કે, "શું તમને સમજ નથી પડતી? સેંકડો લોકો રસ્તા પર અટવાયેલા છે."

Advertisement

વિપક્ષે સાધ્યું નિશાન

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતા જ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા હર્ષવર્ધન સપકાલે આ વિડીયો શેર કરતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ મહિલા આરક્ષણ વિધેયક (Women’s Reservation Bill) ના મુદ્દે માત્ર રાજકીય લાભ ખાટવા માટે મહિલાઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને જનતાને હેરાન કરી રહ્યો છે.

આ પણ વાંચો : નાસાના એસ્ટ્રોનૉટ પર ચઢ્યો બિહુનો રંગ! સ્પેસ સ્ટેશનમાં ઝીરો ગ્રેવિટીમાં કર્યો અદભૂત ડાન્સ, જુઓ ચોંકાવનારો VIDEO

Tags :
Advertisement

.

×