પહાડી વિસ્તારમાં યુવકે બોલિવૂડની ધૂન રેલાવતા બકરીઓ શ્રોતા બની !
Viral Video માં સંગીતકારની અદભૂત ક્ષણ સામે આવી છે, સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયેલો આ આ વીડિયો સંગીતકાર સાગર હયાત (Musician Sagar Hayat) દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં, તે પર્વતોમાં એક ખડક પર બેઠો છે, તેનું પરંપરાગત વાદ્ય, રૂબાબ વગાડતો જોવા મળે છે. પૃષ્ઠભૂમિમાં બરફથી ઢંકાયેલા પર્વતો દેખાય છે, જ્યારે નજીકમાં કેટલાક ઘેટાં અને બકરાં ચરતા હોય છે.
Advertisement
- Viral Video માં સંગીતકારની અદભૂત ક્ષણ સામે આવી છે
- પર્વતો વચ્ચે સંગીતકારે રૂબાબ પર સંગીતના સૂર છેડ્યા
- સુમધુર સૂરને સાંભળવા નજીકમાં ચરતા ઘેટા-બકરીઓ પણ દોડી આવ્યા
Viral Video : હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રસપ્રદ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક સંગીતકાર યુવક પર્વતો વચ્ચે બેઠો છે, અને રૂબાબ (Musical Instrument - Rabab) પર પ્રખ્યાત ગીત "કલ હો ના હો" ની ધૂન વગાડી રહ્યો છે. પછી કંઈક એવું બને છે જે લોકોનું ધ્યાન ખેંચે છે. સંગીતકાર સૂર રેલાવવાનું શરૂ કરતાની સાથે જ નજીકમાં ચરતા ઘેટા-બકરીઓ ધીમે ધીમે તેની પાસે આવીને ઉભા રહી જાય છે.

